Breaking News : અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત, મોટી દેવતી નજીક પંજાના નિશાન મળ્યા, જુઓ Video
અમદાવાદના સાણંદ નજીક મોટી દેવતી વિસ્તારમાં દીપડાના પગના નિશાન ફરી મળ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ભય છે. ઈંટોના ભઠ્ઠા પાસે ફૂટ માર્ક અને શ્વાનનું મારણ થયું હોવાના પુરાવા મળ્યા છે.
અમદાવાદના સાણંદ નજીક આવેલા મોટી દેવતી વિસ્તારમાં ફરી એકવાર દીપડાના પગના નિશાન (ફૂટ માર્ક) મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો છે. ઈંટોના ભઠ્ઠા પાસે દીપડાના પંજાના નિશાન દેખાયા હતા, સાથે જ શ્વાનનું મારણ કર્યું હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને દીપડાને પકડવા માટે પંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
અગાઉ પણ આ જ વિસ્તારમાં દીપડાની સક્રિયતા નોંધાઈ ચૂકી છે. 19 જુલાઈના રોજ શરણદીપ શેલાની સોસાયટીમાં પ્રથમવાર દીપડો જોવા મળ્યો હતો, જ્યારે 18 ઓગસ્ટે પણ એ જ સ્થળેથી પંજાના નિશાન મળ્યા હતા. છેલ્લે સાત અઠવાડિયાથી સાણંદ અને શેલા વચ્ચે અત્યાર સુધીમાં ચાર વાર દીપડાની હાજરીના પુરાવા મળી આવ્યા છે, જેના કારણે ગ્રામજનો સતત ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.
વન વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, દીપડો હજુ સુધી તેમની પકડથી દૂર છે. સ્થાનિક રહીશો અને ખેતરો તથા ભઠ્ઠા વિસ્તારમાં કામ કરતા લોકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને એકલા ન નીકળવા માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત સરકારી નોકરી માટે Golden Opportunity, GSRTC માં હેલ્પરની 2500 થી વધુ જગ્યાઓ જાહેર !
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

