Rajkot Breaking News : નળમાં પાણી નથી ને બોરમાં દુર્ગંધ, રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! જુઓ Video
રાજકોટ શહેરમાં આજે 16 સપ્ટેમ્બરથી પાણીકાપનો અમલ શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. આગામી છ દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં પાણીકાપ રાખવામાં આવનાર હોવાથી સ્થાનિક રહિશો અને ખાસ કરીને ગૃહિણીઓની મુશ્કેલી વધવાની છે.
રાજકોટ શહેરમાં આજે 16 સપ્ટેમ્બરથી પાણીકાપનો અમલ શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. આગામી છ દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં પાણીકાપ રાખવામાં આવનાર હોવાથી સ્થાનિક રહિશો અને ખાસ કરીને ગૃહિણીઓની મુશ્કેલી વધવાની છે.
પાણીકાપના કારણે જે વિસ્તારોમાં અગાઉથી જ ઓછા ફોર્સથી પાણી મળતું હતું, ત્યાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 5ના શિવમનગર વિસ્તારમાં પણ પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહિશોમાં નારાજગી જોવા મળી રહી છે.
ઓછા ફોર્સથી પાણી આવતું હતું, તેમાં પાણીકાપથી મુશ્કેલી
શિવમનગરના રહિશોએ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી મળતું નથી. તેના કારણે રોજિંદા ઘરવપરાશ માટે પાણીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી છે. હવે પાણીકાપના અમલથી સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
ભૂગર્ભ ગટરનું કામ થતાં બોરનું પાણી પણ દુર્ગંધયુક્ત બન્યું
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન બોરના પાણીની ગુણવત્તા પર પણ અસર થઈ હોવાનો રહિશોનો આક્ષેપ છે. બોરમાંથી આવતું પાણી દુર્ગંધયુક્ત બનતાં તેનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
મૂળભૂત સુવિધાને લઈને રહિશોમાં રોષ
એક તરફ નળ દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને બીજી તરફ બોરના પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોની ચિંતા વધી છે. પાણી જેવી મૂળભૂત સુવિધાને લઈને રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
છ દિવસના પાણીકાપ દરમિયાન મનપા દ્વારા પાણી પુરવઠાનું યોગ્ય આયોજન કરવામાં આવે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. હવે રાજકોટ મહાનગરપાલિકા આ પાણીની સમસ્યાને કેવી રીતે હલ કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો, Breaking News : ગુજરાત સરકારી નોકરી માટે Golden Opportunity, GSRTC માં હેલ્પરની 2500 થી વધુ જગ્યાઓ જાહેર !
