WhatsApp યુઝર્સ પર થશે પૈસાનો વરસાદ, બસ કરવું પડશે આ કામ, જાણો કેવી રીતે મળશે Reward
હવે સમાચાર આવી રહ્યા છે કે Google Pay અને PhonePe જેવી પેમેન્ટ એપ્સને ટક્કર આપવા માટે વોટ્સએપ (WhatsApp) પેમેન્ટ પર જલ્દી જ આ સુવિધા શરૂ કરવામાં આવી શકે છે.


WhatsApp (File Photo)

ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ કેશબેક સ્કીમ એવા સમયે ભારતીય યુઝર્સ માટે જાહેર કરવામાં આવી રહી છે જ્યારે WhatsAppને ભારતમાં 100 મિલિયન યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપવા માટે મંજૂરી મળી ગઈ છે.

WhatsApp (f

WhatsApp પેમેન્ટ સેવાનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ મેસેન્જર એપ્લિકેશન દ્વારા જ તેમના સંપર્કોને પૈસા મોકલી શકે છે. રિપોર્ટમાં એક સ્ત્રોતને ટાંકવામાં આવ્યો છે જે કંપનીની યોજનાથી વાકેફ છે.

WhatsApp વપરાશકર્તાઓને આકર્ષવા માટે ત્રણ ટ્રાન્ઝેક્શન સુધીનું કેશબેક આપશે. જો કે, ટ્રાન્સફર કરવાની રકમમાં કોઈ ફરક પડશે નહીં. એટલે કે જો યુઝર્સ 1 રૂપિયા પણ ટ્રાન્સફર કરે છે તો તેમને કેશબેક આપવામાં આવશે.

Counterpoint Research ના વાઈસ પ્રેસિડેન્ટ Neil Shah કહ્યું કે WhatsAppની કેશબેકની રકમ ભલે ઘણી ઓછી લાગે, પરંતુ તે ચોક્કસપણે વપરાશકર્તાઓને તેની પેમેન્ટ સેવાનો ઉપયોગ કરવા આકર્ષિત કરશે. એક ભારતીય વપરાશકર્તા તરીકે, જે પૈસા મેળવી રહ્યા છો તે ચૂકી ન શકાય.

ન્યૂઝ એજન્સી રોઈટર્સને આપેલા નિવેદનમાં વોટ્સએપે કહ્યું કે કેશબેક ઓફર તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આનાથી યુઝર્સને વોટ્સએપ પેમેન્ટની સંભવિતતાને અનલોક કરવામાં મદદ મળશે. આ પછી, WhatsApp Google Pay, Paytm અને PhonePe જેવી પેમેન્ટ એપ સાથે સ્પર્ધા કરશે.

































































