Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યાથી પ્રસાદી રૂપે આવેલા અક્ષતકુંભનું કરાયુ ભવ્ય સ્વાગત- જુઓ તસ્વીરો

અયોધ્યાથી ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રસાદી સ્વરૂપે આવેલા અક્ષત કુંભનું મહેસાણા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. આ અક્ષત કુંભનું પૂજન-અર્ચન કરી તેના વધામણા કરવામાં આવ્યા હતા.

Manish Mistri
| Edited By: | Updated on: Jan 16, 2024 | 7:53 PM
14 જાન્યુઆરીના શુભ દિને મહેસાણાના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે અયોધ્યાથી રામમંદિરની પ્રસાદી સ્વરૂપે મોકલેલ અક્ષત કુંભ આવી પહોંચ્યો હતો. અયોધ્યાથી પ્રસાદી સ્વરૂપ પધારેલા અક્ષત કુંભનું મંદિરના સંતો મહંતો દ્વારા પૂજન- અર્ચન અને વધામણા કરવામાં આવ્યા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

1 / 8
વિશ્વ હિન્દૂ પરિષદ મહેસાણા દ્વારા યોજાયેલ અક્ષતકુંભની નગરયાત્રા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા આવી પહોંચી ત્યારે અક્ષતકુંભનું ભક્તિ ભાવસભર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

2 / 8
સંતોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અક્ષતકુંભનું પૂજનઅર્ચન કર્યું હતું. આ પ્રસંગે રવિસભામાં 2000થી વધુ હરિભક્તોએ અક્ષતકુંભના વધામણા કરી આ અવસરમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી

3 / 8
વર્ષ 1989માં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ અર્થે યોજાયેલ શ્રી રામ શીલા પૂજનના રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં તારીખ 16 ઓગસ્ટ 1989માં અમદાવાદથી શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રથમ ઇષ્ટિકાનું પૂજન બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

4 / 8
એ સમયે શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનનું સૂત્ર સંભાળતાઅશોક સિંઘલ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર્તાઓ, સંતો-મહંતો સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અંગે વિમર્શ કરીને શ્રીરામ મંદિરના સર્વોત્તમ નિર્માણ માટે સેવામાં તત્પર રહ્યા હતા.

5 / 8
પ્રમુખસ્વામી મહારાજની સાથે તેમના અનુગામી મહંત સ્વામી પણ શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ચાલતા ધૂન-યજ્ઞમાં સમયે સમયે જોડાયા છે

6 / 8
શ્રી રામમંદિરના ભૂમિપૂજન સમારોહ માટે બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજે રામ જન્મભૂમિ શિલાન્યાસ વિધિ વખતે શ્રી રામયંત્રનું પૂજન કરી આ મંદિરનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી, ભવ્ય મંદિર બને, રામરાજ્યની સ્થાપના થાય અને વિશ્વમાં શાંતિ થાય તે માટે ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી.

7 / 8
 બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના તમામ મંદિરો અને લાખો હરિભક્તો 22 જાન્યુઆરીએ આનંદોત્સવમાં જોડાશે. ઘરે ઘરે દીપમાળા, રંગોળી, અન્નકૂટ, તોરણો દ્વારા ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠાની મહાઆરતીમાં જોડાશે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">