ભારતનો સૌથી નાનો જિલ્લો, જે એટલો નાનો છે કે ચાલીને જ આખો જિલ્લો ફરી લેશો
ભારત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છ. અહીં દરેક રાજ્ય જિલ્લામાં વહેંચાયેલુ છે. દરેક જિલ્લાની તેની અલગ ઓળખ છે. સંસ્કૃતિ અને મહત્વ છે. ક્યાંક ઉદ્યોગ, ક્યાંક પ્રવાસન તો કોઈ શિક્ષણ માટે પ્રખ્યાત છે.

ભારત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છ. અહીં દરેક રાજ્ય જિલ્લામાં વહેંચાયેલુ છે. દરેક જિલ્લાની તેની અલગ ઓળખ છે. સંસ્કૃતિ અને મહત્વ છે. ક્યાંક ઉદ્યોગ, ક્યાંક પ્રવાસન તો કોઈ શિક્ષણ માટે પ્રખ્યાત છે.

દેશમાં 797 જિલ્લા છે પરંતુ તેમાંથી એક જિલ્લો એવો છે જે બાકીના તમામ જિલ્લાથી નાનો છે. અહીંનુ ક્ષેત્રફળ એટલુ નાનું છે કે તમે એક છેડેથી બીજા છેડે ચાલીને પણ જઈ શકશો.

માહે પુડ્ડુચેરીનો એક એવો જિલ્લો છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ એ સમગ્ર ભારતનો સૌથી નાનો જિલ્લો ગણાય છે. તેનુ ક્ષેત્રફળ માત્ર 9 વર્ગ કિલોમીટર છે.

માહે જિલ્લાની એક તરફ અરબ સાગર આવેલ છે. જ્યારે બીજી તરફ તે કેરળ રાજ્યથી ઘેરાયેલો છે. આથી જ અહીંનુ વાતાવરણ, ખાનપાન, અને બોલીમાં કેરળનો પ્રભાવ સ્પષ્ટપણે ઝલકે છે.

માહે પુડ્ડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશનો એક ભાગ છે. પુડ્ડુચેરીના બાકીના તમામ હિસ્સાઓ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા છે અને માહેની ભૂગોળ અન્ય પુડ્ડુચેરીના ભાગોથી ઘણી જૂદી છે.

માહે જિલ્લાને 'French City of India' પણ કહેવામાં આવે છે કારણ કે ત્યાંની ઈમારતો અને માર્ગો ફ્રાંસની વાસ્તુકલાના નિયમોને આધારે બનાવવામાં આવી છે. અહીંની ડિઝાઈનમાં વસાહતી શૈલી (colonial style) સ્પષ્ટપણે જોવા મળે છે.

માહેમાં લોકો મલયાલમની સાથેસાથે ફ્રાસીસી ભાષા પણ બોલે છે. અહીં ભારતીય અને ફ્રાંસની સંસ્કૃતિનું સુંદર મિશ્રણ જોવા મળે છે. જે તેને અનોખો બનાવે છે.

માહે ભલે એક નાનકડો જિલ્લો હોય પરંતુ અહીં રહેનારા લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન જેવી તમામ જરૂરી સુવિધાઓ હોય છે. અહીંનું શાંત વાતાવરણ, ફ્રાસની ઈમારતો અને સમુદ્રનો નજારો તેને આકર્ષક બનાવે છે.
બ્લેઝર અને કોટમાં શું તફાવત છે? 100 માંથી 99 લોકોને નથી હોતી ખબર અને થઈ જાય છે કન્ફ્યુઝ!
