Gujarati News » Photo gallery » | low budget Bollywood movies which smashed box office records see complete list
બોલિવૂડની આ ઓછા બજેટની ફિલ્મોએ તોડ્યા ઘણા રેકોર્ડ, કમાણી જોઈને મોટા મેકર્સનો પણ પરસેવો છૂટી ગયો
12 કરોડના બજેટમાં બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે. આજે આપણે એવી ફિલ્મો વિશે વાત કરીશું જેની કિંમત ઘણી ઓછી રહી છે પરંતુ આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર તેમના બજેટ કરતા વધુ બિઝનેસ કર્યો છે.
નો વન કિલ્ડ જેસિકા (No One Killed Jessica) વિદ્યા બાલન અને રાની મુખર્જીની આ ફિલ્મનું બજેટ 10 કરોડથી ઓછું હતું. ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 30 કરોડ (વિશ્વભરમાં)ની કમાણી કરી હતી.
1 / 5
પાન સિંહ તોમર - અભિનેતા ઈરફાનની આ ફિલ્મ 8 કરોડથી પણ ઓછા રૂપિયામાં બની હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 20 કરોડની કમાણી કરી હતી.
2 / 5
સિક્રેટ સુપરસ્ટાર - આમિર ખાન અને ઝાયરા વસીમની આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 995 કરોડની કમાણી કરી હતી.
3 / 5
સ્ત્રી - રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ 20 કરોડના બજેટમાં બની હતી. થોડા જ દિવસોમાં આ ફિલ્મે પણ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી. 180 કરોડની આસપાસનો બિઝનેસ કરી રહેલી આ ફિલ્મના બીજા ભાગને લઈને દર્શકો ખૂબ જ ઉત્સુક છે.
4 / 5
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેક્શન’ની (The Kashmir Files Box Office Collection) કમાણી અત્યાર સુધીમાં 232.72 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરતની વાર્તા વર્ણવે છે.