AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવેણાવાસીઓના આરોગ્યની મનપાને કંઈ પડી નથી, સ્લેબ તૂટેલી જર્જરીત ટાંકીમાંથી જ પહોંચાડવામા આવે છે પાણી

ભાવેણાવાસીઓના આરોગ્યની સાથે ચેડા કરવામાં ભાવનગર મહાનગરપાલિકા જરા પણ ઓછી ઉતરી રહી નથી. છેલ્લા બે વર્ષથી નવનિર્મીત ટાંકીનું ઉદ્દઘાટન થઈ ગયુ છે છતા જર્જરીત ટાંકીમાંથી જ પાણી પહોંચાડવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 1:48 PM
Share

ભાવનગરમાં ટાંકીના વિવાદની જ્યાં છેલ્લા 2 વર્ષથી પાણીની નવી ટાંકી બની પરંતું તંત્ર દ્વારા નવી બનેલી ટાંકીનો ઉપયોગ શરૂ કરવાનું ભુલાઈ ગયું.

તંત્રની બેદરકારીએ ભાવનગરવાસીઓના સ્વાસ્થ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે.. જ્યાં 2 થી 3 વર્ષ અગાઉ બનેલી નવનિર્મિત પાણીની ટાંકીનું ઉદ્ઘાટન ન થતાં હજુ પણ જર્જરીત ટાંકીમાંથી જ સમગ્ર ભાવનગરને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કાળિયાબીડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો છે. જે બાદ આ ટાંકીને પ્લાસ્ટીકથી ઢાંકવામાં આવી હતી. પરંતું તે પ્લાસ્ટિક પણ સમય જતાં ફાટી જતાં પીવાના પાણીમાં પક્ષીઓના મળ અને કચરો પડી રહ્યો છે. ત્યારે આ જ જર્જરીત ટાંકીમાંથી નાગરિકોને અશુદ્ધ પાણી વિતરણ કરાતા તેમના સ્વાસ્થ્ય પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ વહેલીતકે નવી પાણીની ટાંકી શરૂ કરી તેમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

સમગ્ર મામલે કોંગ્રેસે તંત્રની કામગીરી પર પ્રહાર કર્યા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખનું કહેવું છે કે જર્જરીત થઈ ગયેલી ટાંકીની નીચે જ ગાર્ડન હોવાથી લોકોની અવર-જવર વધારે રહેતી હોય છે.. પંરંતું બિસ્માર બનેલી આ ટાંકીને ન તોડીને તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

જ્યારે ટાંકીના વિવાદ વચ્ચે ભાવનગરના મેયરનું નિવેદન સામે આવ્યું છે. મેયરનું કહેવું છે કે નવી બનેલી ટાંકીનું પરિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જૂની ટાંકી જમીન દોસ્ત કરીને નવી ટાંકીમાંથી જ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar 

અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી હાથમાં ત્રિરંગો લઈને પધાર્યા બાલકૃષ્ણ- જુઓ Video

Follow Us
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
g clip-path="url(#clip0_868_265)">