વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના 1500 કારસેવકોનું અભિનંદન કરાયું
500 વર્ષની પ્રતીક્ષા બાદ સનાતન ધર્મના પ્રતીકસમાં પ્રભુ શ્રી રામલ્લા સરયુના કાંઠે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. આ ક્ષણે ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના કરોડો હિન્દુઓની આસ્થા પુનઃસ્થાપિત થઈ 22 જાન્યુઆરી અને 2024 ના એ સુવર્ણ દિવસે પ્રભુ શ્રી રામ-લાલા નિજ મંદિરમાં બિરાજમાન થયા અને સમગ્ર વિશ્વમાં જય શ્રી રામ નો જયઘો થયો. પરંતુ સમગ્ર રામ મંદિર નિર્માણ ની પાછળ જો કોઈનો સૌથી મોટો મહત્વનો ફાળો હોય તો એ છે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના કાર સેવકોનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો કાર સેવકોએ 1990 અને 1992માં અયોધ્યામાં કરેલા મુક્તિ આંદોલનના પરિણામે રામ જન્મભૂમિ પર આજે ભવ્ય રામ મંદિર ઊભું થયું છે.
Most Read Stories