Jamnagar: જાંબુડાથી જોડીયા સુધીના કોસ્ટલ હાઈવેમાં આવેલા અનેક પુલ જર્જરીત હાલતમાં, જુઓ Photos
જામનગરથી જોડીયાને જોડતા હાઈવે પર જોખમી પુલ આવેલા છે. એક બે નહી પરંતુ 9 જેટલા પુલ આવેલા છે. વર્ષો પહેલા બનેલા પુલ હાલ જર્જરીત હાલતમાં જોવા મળ્યા છે. જે માર્ગ પરથી દૈનિક હજારો વાહનોની દિવસ-રાત અવર-જવર રહેતી હોય છે.પુલ પડે તે પહેલા પુલ બને તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. આ પુલ રેલીંગ વગરના પુલ, ટુટેલી રેલીંગ, પાયામાં તિરાળ, અને જોખમી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

આ પુલ રેલીંગ વગરના પુલ, ટુટેલી રેલીંગ, પાયામાં તિરાળ, અને જોખમી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જામનગર- જોડીયા હાઈવે પર આવેલા મોટાભાગના પુલની હાલત કફોળી છે.જાંબુડા પાટીયાથી જોડીયા સુધીના કોસ્ટલ હાઈવે પર નાના-મોટા આશરે 9 જેટલા પુલ આવેલા છે.જે પુલ આશરે 30 વર્ષથી પહેલાના સમયે બનાવવામાં આવેલા હતા.જેની હાલની હાલત ખુબ જોખમી અને જર્જરીત છે.પુલ પર અનેક જગ્યાએ રેલીંગ છે જે લટકતી હાલતમાં છે.

જામનગરથી મોરબી-કચ્છને જોડતો હાઈવે હોવાથી દૈનિક નાના-મોટા હજારો વાહનો દિવસ-રાત અહીથી પ્રસાર થતા હોય છે.પુલ પરથી નિકળવુ હાલ જોખમી છે.પુલના પાયા જર્જરીત હાલતમાં છે.પુલની બંન્ને સાઈડની રેલીંગ ના હોવાથી વાહન પુલ પરથી નીચે પડી શકે છે.

જોડીયા તથા આસપાસના ગામજનો દૈનિક આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. જે જોખમી પુલ નવા બને તેવી માંગ કરી રહ્યા છે.જેમાં જોડીયા, કુન્નડ, બાદનપર, હડીયાણા, ખીરી સહીતના ગામને જોડાયો મુખ્ય માર્ગ છે.

કચ્છ અને મોરબીને જોડતો માર્ગ હોવાથી દૈનિક હજારોની સંખ્યામાં વાહનો પ્રસાર થાય છે. મોટો ટ્રક ટેલર સહીતના વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે.જોડીયાથી જીલ્લા મથક જામનગરમાં અવર-નવાર લોકો અવર-જવર કરતા હોય છે.મુખ્ય માર્ગમાં આવેલા પુલ જોખમી હાલતમાં છે.

જાંબુડાના પાટીયાથી જોડીયા કોસ્ટલ હાઈવે પર આવેલા પુલની હાલતથી તંત્ર પણ અજાણ નથી.32 કિમીના આ માર્ગને 6 મીટર માંથી 10 મીટર કરવાની વહીવટી મંજુરી આપવામાં આવી છે.જેની સાથે માર્ગમાં આવતા 9 જેટલા પુલને નવા બનાવવામાં આવશે.જે માટે વહીવટી મંજુરી મળી છે. ટુંક સમયમાં પુલને નવા બનાવવા માટેની કાર્યવાહી થશે. અંદાજે 72 કરોડના ખર્ચે રોડને પહોળો કરીને નવા પુલ બનાવવામાં આવશે. વર્ષો પહેલા બનેલા પુલ હાલ જર્જરીત હાલતમાં છે. જેને રીપેરીંગ કરવાનુ આયોજન તો થયુ છે. પુલ પડે તે પહેલા નવા પુલ બને તેવી માંગ ઉઠી છે.