જામનગર: ફરી ધમધમતુ થયુ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ, 15 હજારથી વધુ લોકો માટે ઉભી થશે રોજગારીની તકો- જુઓ તસ્વીરો
જામનગર: છેલ્લા એક દાયકાથી બંધ પડેલુ જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ફરી ધમધમતુ થયુ છે. વર્ષ 2012થી આ યાર્ડ બંધ પડ્યુ હતુ. મરીન ફોરેસ્ટ સાથેના વિવાદમાં સપડાયેલુ સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ લાંબા સમયથી બંધ હતુ. જો કે હવે સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ થતા જિલ્લાનો વિકાસ વેગવંતો બનશે અને રોજગારી પણ ઉપલબ્ધ થશે.


જામનગરમાં છેલ્લા એક દાયકાથી બંધ પડેલુ સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી ધમધમતુ થયુ છે. વર્ષ 2012માં જીએમબી અને મરીન ફોરેસ્ટના વિવાદમાં સપડાયેલુ સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ 2012થી જ બંધ કરી દેવાયુ હતુ.

આ શીપ બ્રેકિંગ યાર્ડના વિવાદનો હાઈકોર્ટમાં સુખદ અંત આવતા ફરી આ જહાજ ભાંગવાનુ યાર્ડ ધમધમતુ થયુ છે. આ સાથે જુદા જુદા 18 યાર્ડ આગામી સમયમાં ધમધમતા થશે.

હાલ એવી આશા સેવાઈ રહી છે કે અલંગ બાદ વધુ એક શીપ બ્રેકિંગ યાર્ડ શરૂ થતા જિલ્લાનો વિકાસ વેગવંતો બનશે અને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ વર્ષ 19977માં શરૂ થયુ હતુ. 2012માં GMB અને મરીન ફોરેસ્ટના વિવાદ બાદ આ યાર્ડ બંધ થયુ હતુ. જેના કારણે આસપાસના હજારો લોકોની રોજગારી છીનવાઈ હતી.

જામનગરના સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુબેરા સહિતના આગેવાનોએ શિપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી.

સરકારના બંને વિભાગે જીએમબી અને મરીન ફોરેસ્ટ વચ્ચેના વિવાદનો અંત આવતા વર્ષ 2020માં સરકારે સંચાના શિપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી.

સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ ચુક્યુ છે અને 17 નંબરના યાર્ડમાં બ્રેકિંગ માટે શીપ પણ આવી પહોંચતા સચાણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી શરૂ થઈ ગઈ છે. આ યાર્ડ ફરી શરૂ થતા 15 હજાર જેટલા લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

































































