Breaking News : ITR ડેડલાઈન પહેલા IncomeTax.gov.in પોર્ટલ ઠપ, ટેક્સપેયર્સમાં ઉહાપોહ, શું CBDT આપશે વધુ એક્સ્ટેન્શ
ઇન્કમટેક્ષ પોર્ટલ IncomeTax.gov.in ઠપ થવાને કારણે ITR ફાઇલિંગમાં ઘણા ટેક્સપેયર્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે .

IncomeTax.gov.in પોર્ટલ કામ ન કરવાના કારણે અનેક યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ITR ફાઈલિંગની ડેડલાઈન પૂરી થવામાં હવે ફક્ત કલાકો જ બાકી છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે CBDT ફરીથી કોઈ એક્સ્ટેન્શન આપશે કે નહીં.

ITR ડેડલાઈન લાઈવ અપડેટ્સ મુજબ, એસેસમેન્ટ વર્ષ 2025-26 માટેની ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલિંગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે. અત્યાર સુધી 6 કરોડથી વધુ રિટર્ન્સ ફાઈલ થઈ ગયા છે, તેવી માહિતી ઇન્કમ ટેક્સ વિભાગે આપી છે.

તેમ છતાં, અનેક પ્રોફેશનલ એસોસિએશનો દ્વારા ડેડલાઈન વધારવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. કારણ કે ઘણા ટેક્સપેયર્સને ટેકનિકલ સમસ્યાઓ અને લોજિસ્ટિકલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વિભાગ તરફથી હેલ્પડેસ્ક 24x7 ચાલુ રાખવામાં આવી છે, જેથી ટેક્સ પેમેન્ટ અને ફાઈલિંગમાં સહાય મળી શકે.

આ વર્ષે 31 જુલાઈ સુધીની મૂળ ડેડલાઈન હતી, પરંતુ ઇન્ટરિમ બજેટમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ ફ્રેમવર્કમાં ફેરફારો પછી નવી ITR ફોર્મ્સ બહાર પાડવામાં મોડું થયું હતું. જેના કારણે ડેડલાઈન વધારીને 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી હતી.

જોકે, એક્સ્ટેન્શન પછી પણ રિટર્ન ફાઈલિંગનો આંકડો ગયા વર્ષની સરખામણીએ ઓછો છે. 2024માં 31 જુલાઈ સુધી 7.6 કરોડ રિટર્ન્સ ફાઈલ થયા હતા, જ્યારે આ વર્ષે 13 સપ્ટેમ્બર સુધી લગભગ 6 કરોડ રિટર્ન્સ જ ફાઈલ થયા છે. 15 સપ્ટેમ્બરે સાંજે 5:15 વાગ્યા સુધીમાં 7 કરોડ જેટલાજ ITR ફાઇલ થયા છે. સમય ઓછો બાકી હોવાથી અનેક લોકો હજુ પણ રિટર્ન ફાઈલ કરવા માટે દોડધામ કરી રહ્યા છે.
ભારતનો મોટો બેંકિંગ પ્લાન, 2047 સુધીમાં આ બે બેંકોનો દુનિયાની ટોપ 20 માં થશે સમાવેશ ! તમારું ખાતું છે ?
