AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર, જુઓ Video

સુરત: વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર, જુઓ Video

| Updated on: Jul 11, 2026 | 10:58 PM
Share

સુરતમાં પૂર આફત વચ્ચે વરાછા કો-ઓપરેટિવ બેંકે ₹5 લાખ સુધીની ફ્લડ લોન 9% વ્યાજે અને 5 વર્ષની મુદ્દત સાથે જાહેર કરી છે. આર્થિક સંકટમાં લોકોને રાહત આપવા ડેપ્યુટી CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ પહેલ શરૂ કરાઈ છે.

સુરત શહેરમાં પૂર આફત બાદ સામાન્ય જનજીવનને પાટા પર લાવવા માટે વિવિધ સ્તરેથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કટોકટીભરી પરિસ્થિતિ વચ્ચે વરાછા કો-ઓપરેટિવ બેંકે એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે. બેંકે પૂર પીડિતો માટે રૂપિયા 5 લાખ સુધીની ફ્લડ લોનની જાહેરાત કરી છે.

આ લોન યોજના અંતર્ગત અસરગ્રસ્તોને 9%ના રાહતદરે અને 5 વર્ષની મુદ્દત સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આર્થિક સંકટમાં ફસાયેલા લોકોને તાત્કાલિક રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ લોન યોજનાની ઘોષણા ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ આ પ્રસંગે અસરગ્રસ્તો માટે સરકારના રાહત પેકેજ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પૂરથી થયેલી નુક્સાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી દ્વારા સુરત શહેર અને આજુબાજુના વરસાદગ્રસ્ત વિસ્તારોમાં થયેલી નુક્સાનીનો સમીક્ષા કરીને રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવશે. સર્વેની કામગીરી ઝડપથી ચાલી રહી છે, પરંતુ કોઈ પણ અસરગ્રસ્ત રહી ન જાય તેની ખાતરી કરવા માટે એકદમ વિગતવાર સર્વે કરવામાં આવી રહ્યો છે. આ પહેલથી પૂર પીડિતોને ઘણી મદદ મળશે તેવી આશા છે.

આ સેટેલાઇટ તસવીરોએ વધારી વિશ્વની ચિંતા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનનો ન્યુક્લિયર પ્લાન્ટ ફરી શરૂ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">