AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટના આદેશો છતાં ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણ, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો - જુઓ Video

સુપ્રીમ કોર્ટના આદેશો છતાં ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણ, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2026 | 5:45 PM
Share

વડોદરા શહેરમાં ફૂટપાથ પર થઈ રહેલા ગેરકાયદે પાર્કિંગ અને દબાણોના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશો છતાં શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથનો ઉપયોગ વાહનો પાર્ક કરવા કે ધંધા-રોજગાર માટે થઈ રહ્યો છે, જેના લીધે લોકો રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે.

વડોદરા શહેરમાં ફૂટપાથ ચાલવા માટે નહીં પરંતુ ગેરકાયદે પાર્કિંગ અને દબાણોનું સ્થળ બની ગયા છે, જેના કારણે રાહદારીઓ જીવના જોખમે રસ્તા પર ચાલવા મજબૂર થયા છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં વડોદરામાં ફૂટપાથ રાહદારીઓ માટે બચ્યા નથી.

શહેરના અનેક વિસ્તારોમાં ‘ફૂટપાથ’ એટલે વાહનોનું પાર્કિંગ, ખાનગી અને સરકારી સામાન વડે દબાણ તેમજ ક્યાંક નાના વર્ગ માટે ધંધો શરૂ કરીને સીધી કમાણી કરવાનો રસ્તો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં પણ ધારાસભ્ય દ્વારા ફૂટપાથની રજૂઆતને લઈને વિવાદ સર્જાયો હતો.

એવામાં હવે ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) ના ધોરણોને બાજુ પર મૂકીને માત્ર 1.2 મીટરના ફૂટપાથ બનાવવાના નિર્ણય પર પણ સવાલો ઊઠી રહ્યા છે અને વિપક્ષે આ મામલે તંત્રની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. વિપક્ષના આ આક્ષેપો વચ્ચે મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા અને પાર્કિંગ માટે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

આ નીતિ અંતર્ગત ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાશે અને શહેરના ફૂટપાથો ફરી રાહદારીઓ માટે ખુલ્લા કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, ક્યારે ફૂટપાથ પરથી આ ગેરકાયદે દબાણોનો અડિંગો દૂર થાય છે અને તંત્ર આ દિશામાં કેટલી ઝડપી કામગીરી કરે છે.

Breaking News: ચાંદીપુરા વાયરસના વધતા કેસ વચ્ચે સરકાર એક્શનમાં, ગાંધીનગરના 9 ગામોમાં આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">