AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ, હિંમતનગર સિવિલમાં બાળકનું સારવાર દરમિયાન મોત

Breaking News: સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ, હિંમતનગર સિવિલમાં બાળકનું સારવાર દરમિયાન મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2026 | 12:22 PM
Share

સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ વચ્ચે વધુ એક બાળકનું મોત નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. રાજસ્થાનની એક બાળકીને ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન જ બાળકીનું કરુણ મોત થયું હતું.

 9 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી બાળકી

મળતી માહિતી મુજબ, બાળકીને 9 જુલાઈના રોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેના સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા, પરંતુ લેબોરેટરીનો અંતિમ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકીનું સારવાર દરમિયાન નિધન થયું હતું. જેના કારણે ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં વધુ ચિંતા વ્યાપી છે.

 ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા પાંચમા બાળકનું મોત

હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો ધરાવતા બાળકના મોતનો આ પાંચમો બનાવ હોવાનું સામે આવ્યું છે. જોકે, આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અંતિમ પુષ્ટિ લેબોરેટરીના રિપોર્ટ બાદ જ થઈ શકશે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ, સંપર્કમાં આવેલા લોકોની તપાસ અને સાવચેતીના પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે, જ્યારે લોકોને તાવ, ઝાડા, ઉલટી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- 11 જુલાઈના મહત્વના સમાચાર : ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 9 ગામોમાં સર્વે અને દવાઓનો છંટકાવ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">