Silver Rate : માલામાલ થવાનો સમય આવી ગયો ! ચાંદી ફરી તેજીમાં આવશે, રોકાણકારો ઇન્વેસ્ટ કરી રાખજો
ચાંદીના બજારમાં તાજેતરના ઘટાડા પછી સુધારો થવાના સંકેતો છે. વધુમાં ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો હોવાથી સોના પર વધારાનું દબાણ આવ્યું અને તે કારણે ભારતમાં સોનાના ભાવ પર પણ અસર પડી છે.

ચાંદીના બજારમાં તાજેતરના ઘટાડા પછી સુધારો થશે, તેવા સંકેતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ $49 પ્રતિ ઔંસની આસપાસ છે, જેમાં $47.60 પર મજબૂત સપોર્ટ છે. $45.60 અને $42 પર પણ નોંધપાત્ર સપોર્ટ છે. યુએસ અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ મિનરલ્સ પરના નિયંત્રણો હળવા થવા અને નફા બુકિંગને કારણે કિંમતોમાં નરમાઈ આવી રહી છે. જો કે, ટૂંક સમયમાં નવી તેજી જોવા મળી શકે છે.

Emkay Wealth ના રિપોર્ટ મુજબ, ચાંદીના ETF અને ચાંદીના Fund of Funds (FoFs) ત્રણ વર્ષના સમયગાળામાં ફિઝિકલ સિલ્વર કરતાં વધુ સારું પરફોર્મ કરી રહ્યા છે. ETF માં વધુ સારા ટ્રેકિંગ અને ફંડ મેનેજમેન્ટના પરિણામે રોકાણકારોને મજબૂત રિટર્ન મળ્યું છે.

31 ઓક્ટોબર, 2025 સુધીમાં ICICI Prudential અને Nippon India Silver ETF એ એક વર્ષમાં 50% થી વધુ રિટર્ન આપ્યું છે, જ્યારે ફિઝિકલ સિલ્વરે લગભગ 49% જેટલું રિટર્ન આપ્યું છે. AUM ની દ્રષ્ટિએ, Nippon India સિલ્વર ETF ₹15,284 કરોડ સાથે આગળ છે, જ્યારે ICICI પ્રુડેન્શિયલ ₹9,481 કરોડ છે.

સિલ્વર FoF કેટેગરીએ ETF ની જેમ જ પ્રદર્શન કર્યું છે, એક વર્ષમાં 49-50% જેટલું રિટર્ન આપ્યું છે. ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF FoF ₹3,232 કરોડના AUM સાથે આગળ છે. ETF અને FoF વચ્ચેના રિટર્નમાં થોડો તફાવત ફંડ લેવલ ખર્ચને કારણે છે. અહેવાલ મુજબ, ટૂંકાગાળાની અસ્થિરતા હોવા છતાં ચાંદીના લાંબાગાળાના ફંડામેન્ટલ મજબૂત છે. રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ અપગ્રેડિંગ જેવા સેક્ટરમાં ચાંદીનો વપરાશ સતત વધી રહ્યો છે.

Emkay Wealth Management નું માનવું છે કે, રોકાણકારો ચાંદીમાં ETFs અને FoFs દ્વારા 6થી 12 મહિનાના ટેક્ટિકલ રોકાણ પર વિચાર કરી શકે છે. આ વ્યૂહરચના કોઈ ચોક્કસ ટાર્ગેટ લેવલ સાથે વધુ સારું રિટર્ન મેળવવામાં મદદ કરી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
