Railway HelpLine : હવે એક ક્લિક પર કરી શકાશે રેલવેની કોઈ પણ ફરિયાદ, તાત્કાલિક લેવાશે એક્શન, જાણો
ચાલતી ટ્રેનમાં થોડી પણ અસુવિધા હોય તો... જો સ્વચ્છતા અને સુરક્ષાની જરૂર હોય તો, તે એક ક્લિકમાં ઉકેલાઈ જશે. આ માટે રેલવે દ્વારા રેલમદદ સુવિધા શરૂ કરી છે.

રેલવે સાથે જોડાયેલી બધી ટ્રેનોમાં, હેલ્પલાઇનની લાંબી ઝંઝટને બદલે, હવે તાત્કાલિક મદદ મળશે. આ માટે, બધા સ્ટાફના નામ અને મોબાઇલ નંબર રેલ મદદ એપ પર ઉપલબ્ધ થશે. તમે 139 પર કૉલ કરો કે મેસેજ કરો કે તરત જ, સ્ટાફ સ્વચ્છતા, કેટરિંગ અથવા સુરક્ષા વગેરે સંબંધિત તમારી કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક હાજર રહેશે.

ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થયું કે નહીં, તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. નવી સિસ્ટમ હેઠળ, તમે 139 પર કૉલ કરો કે મેસેજ કરો કે તરત જ, સ્ટાફ સ્વચ્છતા, કેટરિંગ અથવા સુરક્ષા વગેરે સંબંધિત તમારી કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક હાજર રહેશે. ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થયું કે નહીં તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.

નવી સિસ્ટમ હેઠળ, મુસાફરો RailMadad સુવિધા વડે ફરિયાદ નોંધાવી શકશે. મુસાફરની ફરિયાદ પર, જે તે વિભાગના કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક ઉપલબ્ધ સંબંધિત સ્ટાફને કોલ અને SMS મોકલવામાં આવશે. તેઓ સીધા મુસાફરને સંપર્ક કરશે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવશે અને રેલ મદદ એપ પર તેના વિશે માહિતી પણ આપશે.

આટલું જ નહીં, મુસાફરો ફરિયાદોનું સ્ટેટસ પણ જોઈ શકશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને ટૂંક સમયમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી મુસાફરોને તેમની ફરિયાદોના નિરાકરણ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ફરિયાદ નોંધાયા પછી, તે સંબંધિત DRM ઓફિસમાં જાય છે. ત્યાંથી તેને સંબંધિત અધિકારીને ફોરવર્ડ કરવામાં આવે છે. આમાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ સમય ખૂબ ઘટી ગયો છે અને ગણતરીના સમયમાં રેલમદદ વડે સમસ્યાનું નિવારણ થાય છે.
RailMadad વડે ફરિયાદ કરવા માટે અહીં ક્લિક કરો..
હવે ફક્ત બોલીને ટ્રેનની ટિકિટ Book અને Cancel થઈ જશે, જાણો કઈ રીતે IRCTC ની AI સુવિધા કરે છે કામ, જાણવા માટે અહીં ક્લિક કરો..
