Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ
પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન વડોદરા જિલ્લાના પાદરાના ચાણસદ ગામે પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના સંયુક્ત પ્રયાસથી નિમાર્ણ થયેલ નારાયણ સરોવર નું મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી સંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સ્થળો ની મુલાકાત સાથે જન્મ સ્થાને આરતીનો લાભ લીધો હતો.

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન પાદરાના ચાણસદ ગામના પ્રસાદીક તળાવ નારાયણ સરોવરને રાજ્યના પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના પ્રયાસથી નિર્માણ કરવામાં આવ્યું છે.

આ નારાયણ સરોવરને રવિવાર સાંજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નારાયણ સરોવર ખાતે પૂજન કર્યું હતું પ્રમુખ દર્શન તેમજ પ્રદર્શની નિહાળી હતી ત્યારબાદ નારાયણ સરોવર માં નિર્માણ ઘાટ ની મુલાકાત અને ત્યાં અભિષેક પણ કર્યો હતો.

નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે BAPSના સંતોમાં બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)