શું તમને આ ખબર છે ? વિમાન ઉડાડતી વખતે પાયલોટનું મૃત્યુ થાય તો….મુસાફરોના જીવ કોણ બચાવશે?
હવાઈ મુસાફરી આજના સમયમાં સૌ માટે સરળ બની ગઈ છે. રોજે લાખો મુસાફરો દુનિયાભરમાં એરલાઈન્સની ફ્લાઈટમાં સફર કરે છે. મુસાફરોને સુરક્ષિત રીતે તેમના મુકામ સુધી પહોંચાડવાની જવાબદારી પાયલોટ્સ પર હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે જો ફ્લાઈટ દરમિયાન પાયલોટનું અચાનક મૃત્યુ થાય તો મુસાફરોના જીવ કોણ બચાવે?

જો કોઈ પાયલોટ વિમાન ઉડાવતી વખતે મૃત્યુ પામે તો શું થાય છે? હવાઈ મુસાફરી કરતા લોકોએ આ વિશે ભાગ્યે જ વિચાર્યું હશે. મોટા વિમાનો ઉડાડતા કમર્શિયલ પાયલોટ ખૂબ જ કુશળ અને વ્યાવસાયિક હોય છે. તેઓ તમામ પ્રકારની આરોગ્ય તપાસ કરાવ્યા પછી જ કોકપીટમાં પ્રવેશ કરે છે.

તેમ છતાં અન્ય લોકોની જેમ પાયલોટ પણ ફ્લાઈટ ઉડાડતી દરમિયાન બીમારી ઈજા અથવા જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ વિમાનમાં મુસાફરોને ખતરનાક લાગી શકે છે, પરંતુ વિમાનમાં આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ છે.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ ગયા વર્ષે ઓક્ટોબર 2024માં ટર્કિશ એરલાઇન્સના જેટની ઉડાન દરમિયાન પડી જવાથી પાઇલટ ઇલ્સેહિન પેહલીવાન (59)નું મૃત્યુ થયું હતું. ત્યારબાદ વિમાનનું ન્યૂયોર્કમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું. વિમાન સિએટલથી ઇસ્તંબુલ ગયું હતું.

સ્કાયવેસ્ટ એરલાઇન્સના કેપ્ટન એડમ કોહેનના જણાવ્યા મુજબ કેટલીક એરલાઇન્સ દરેક ઉડાન પહેલાં તેમના પાઇલટ્સના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન પણ કરે છે. જો પાઇલટ બીમાર, દવા હેઠળ, તણાવ હેઠળ, દારૂ પીધેલો, થાકેલો અથવા અસ્વસ્થ લાગે તો તેને ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવે છે.

દરેક કમર્શિયલ ફ્લાઈટમાં માત્ર એક નહીં પરંતુ ઓછામાં ઓછા બે પાયલોટ હોય છે – કેપ્ટન અને કો-પાયલોટ. જો ઉડાન દરમિયાન કેપ્ટન પાયલોટ બિમાર પડે કે મૃત્યુ પામે, તો કો-પાયલોટ તરત જ ફ્લાઈટની સંપૂર્ણ કમાન્ડ સંભાળી લે છે.

જો પાઇલટ ફ્લાઇટ દરમિયાન બીમાર પડે અથવા મૃત્યુ પામે, તો તેના કો-પાઇલટે તાત્કાલિક ફ્લાઇટની બધી જવાબદારીઓ સંભાળવી પડે છે. આવી સ્થિતિમાં કો-પાઇલટે કટોકટી જાહેર કરવી પડે છે અને માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. આ હેઠળ ઘણીવાર કટોકટી ઉતરાણ કરવામાં આવે છે.

તે કટોકટી જાહેર કરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક કરે છે. ત્યારબાદ નજીકના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત રહે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
