તમારી 10માં કે 12માંની માર્કશીટ ખોવાઈ ગઈ છે ? તો જાણો કેવી રીતે ફરી બનાવી શકો છો
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકોની ભૂલથી માર્કશીટ ખોવાઈ જાય છે. પછી જ્યારે તમે નોકરી માટે અરજી કરો છો અથવા વધુ અભ્યાસ માટે ક્યાંક પ્રવેશ લો છો, ત્યારે માર્કશીટ જોડવી જરૂરી બને છે અને જો માર્કશીટ ના મળે તો સમસ્યા ઉભી થાય છે.

આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ ભારતમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. દરેક પાસે તે હોવા જ જોઈએ. તેમના વિના ઘણા કામ થઈ શકતા નથી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ દસ્તાવેજોનો ઉપયોગ થાય છે. જો આ મહત્વપૂર્ણ દસ્તાવેજો ખોવાઈ જાય, તો તે એક મોટી સમસ્યા બની જાય છે. તેવી જ રીતે, તમારી 10મા કે 12માં ધોરણની માર્કશીટ પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પણ જો તે ખોવાઈ જાય તો શું કરશો?

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકોની ભૂલથી માર્કશીટ ખોવાઈ જાય છે. પછી જ્યારે તમે નોકરી માટે અરજી કરો છો અથવા વધુ અભ્યાસ માટે ક્યાંક પ્રવેશ લો છો, ત્યારે માર્કશીટ જોડવી જરૂરી બને છે અને જો માર્કશીટ ના મળે તો સમસ્યા ઉભી થાય છે. જો તમારી 10મા કે 12માં ધોરણની માર્કશીટ પણ ખોવાઈ ગઈ હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે તેને ફરીથી બનાવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

CBSE માટે : જો તમે CBSE માંથી 10મું ks 12મું ધોરણ પાસ કર્યું છે. આ માટે તમારે CBSE ની સત્તાવાર વેબસાઇટ https://cbseit.in/cbse/web/dads/List.aspx પર જવું પડશે. અહીં તમને પ્રિન્ટેડ ડોક્યુમેન્ટનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા પછી, તમારે તમારો વર્ગ પસંદ કરવો પડશે. તમારે તમારો રોલ નંબર, નામ, તમે જે વર્ષમાં પાસ થયા છો તે વર્ષ પસંદ કરવું પડશે. આ સાથે, તમારે તમારા પિતાનું નામ પણ દાખલ કરવું પડશે.

આ પછી, તમારે સર્ચ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. જો તમારી માર્કશીટ 5 વર્ષ જૂની છે, તો તમારે તેના માટે અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી માર્કશીટ 5થી 10 વર્ષ જૂની છે, તો તમારે તેના માટે 500 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમારી માર્કશીટ 10 થી 20 વર્ષ જૂની છે. તો આ માટે તમારે એક હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. ફી ભર્યા પછી, તમે તમારી માર્કશીટ ડાઉનલોડ કરી શકશો.

સ્ટેટ બોર્ડમાં કેવી રીતે અપ્લાય કરવું: ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમણે CBSE ને બદલે સ્ટેટ બોર્ડમાંથી 10મું કે 12મું ધોરણ પાસ કર્યું છે. જો આવા વિદ્યાર્થીઓ તેમની 10મી માર્કશીટ ફરીથી બનાવવા માંગતા હોય, તો તેના માટે તેમણે તેમના રાજ્ય બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમે ગુજરાતમાંથી 10મું કે 12મું ધોરણ પાસ કર્યું છે, તો તમારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsebeservice.com// ની મુલાકાત લેવી પડશે.

આ પછી, તમને કાઉન્ટર આધારિત ફોર્મનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારે જાગર એપ્લિકેશન એન્ટ્રી ઓન ડુપ્લિકેટ / કરેક્શન- માર્કશીટ / માઇગ્રેશન / સર્ટિફિકેટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે, ત્યાં તમારે તમારા પરીક્ષાનો પ્રકાર, રોલ નંબર અને કેપ્ચા દાખલ કરવા પડશે.

આ પછી, આગળ વધતા, તમને ગેટ ડોક્યુમેન્ટનો વિકલ્પ દેખાશે. જેના પર ક્લિક કર્યા પછી તમે ચુકવણી વિકલ્પ પર પહોંચશો. જ્યાં તમારે 300 અથવા 400 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી, સબમિટ પર ક્લિક કરતાની સાથે જ તમારી માર્કશીટ તમારી સ્ક્રીન પર દેખાશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
