Breaking News : TMC સાંસદ મહુવા મોહિત્રાનો ગુજરાતીઓ પર પ્રહાર: અપમાનજનક નિવેદનથી ભડક્યો રોષ, જુઓ Video
ટીએમસી સાંસદ મહુવા મોહિત્રાએ ગુજરાતીઓ અને બંગાળીઓના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે કાળા પાણીની સજામાં બંગાળીઓનું વર્ચસ્વ દર્શાવી, વીર સાવરકર સિવાય ગુજરાતીઓની ગેરહાજરીનો દાવો કર્યો. આ નિવેદનથી પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ટીએમસી સાંસદ મહુવા મોહિત્રા દ્વારા ગુજરાતી સમુદાય અંગે કરાયેલ તાજેતરની ટિપ્પણીઓએ દેશભરમાં રાજકારણ ગરમાયું, બંગાળી અને ગુજરાતી સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાનની તુલના કરતાં મોહિત્રાએ આપેલા નિવેદનને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. તેમના કહેવા મુજબ કાળા પાણીની સજાને ભોગવનાર કેદીઓમાં લગભગ 68 ટકા બંગાળીઓ હતા, જ્યારે ત્યારબાદ પંજાબીઓનો ક્રમ આવતો હતો. તેમણે વધુમાં એવો દાવો કર્યો કે આ કેદીઓમાં એક પણ ગુજરાતી નહોતો, સિવાય વીર સાવરકર, જેમણે તેમના મત મુજબ માફી પત્રો લખ્યા હતા.
ભારે વિવાદ ઊભો થયો
મોહિત્રાએ આ નિવેદન દ્વારા બંગાળના યોગદાનને વિશેષ રીતે રેખાંકિત કરતાં કહ્યું કે બંગાળીઓએ બ્રિટિશ શાસન સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગત્યની અને અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના આ નિવેદનને કારણે ખાસ કરીને ગુજરાતમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે, જ્યાં અનેક રાજકીય નેતાઓ અને સામાજિક વર્ગોએ તેને ગુજરાતી સમુદાયનું અપમાન ગણાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિવેદન ?
આ વિવાદ માત્ર ઇતિહાસની વ્યાખ્યાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ રાજકીય રંગ પણ લઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિવેદનોને રાજકીય વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. વિરોધીઓ મોહિત્રા પર પ્રાદેશિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ મૂકી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો કહે છે કે તેમણે માત્ર ઇતિહાસના તથ્યો રજૂ કર્યા છે.
આ સમગ્ર પ્રકરણએ ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કર્યો છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ વારસાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવું યોગ્ય છે કે નહીં. હાલમાં આ મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે અને તેની અસર આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
LPG Gas Cylinderનું ફોનથી બૂકિંગ નથી થઈ રહ્યું? આ ટ્રિકથી મિનિટોમાં બૂક થઇ જશે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

