AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : બલીઠામાં હિટ એન્ડ રનની ઘટના, NH48 પર રાહદારીનું મોત, 20 મિનિટ મદદ વગર રસ્તા પર પડી રહ્યો, જુઓ Video

વલસાડના NH48 પર બલીઠા નજીક ભયાનક હિટ એન્ડ રન ઘટનામાં એક રાહદારીનું કરુણ મોત થયું. અજાણ્યા વાહનચાલકે ટક્કર માર્યા બાદ રાહદારી 20 મિનિટ સુધી મદદ વગર લટકતો રહ્યો, છતાં કોઈ આગળ આવ્યું નહીં.

Valsad : બલીઠામાં હિટ એન્ડ રનની ઘટના, NH48 પર રાહદારીનું મોત, 20 મિનિટ મદદ વગર રસ્તા પર પડી રહ્યો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2026 | 7:41 PM
Share

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર બલીઠા નજીક હિટ એન્ડ રનની એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો રાહદારી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અથડામણ બાદ રાહદારી ફંગોળાઈને રોડના ડિવાઈડર પર પટકાયો હતો, જ્યાં તે ગંભીર રીતે ઘાયલ હાલતમાં સેફ્ટી વોલ પર લટકતો રહ્યો હતો.

ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાહદારી લગભગ 20 મિનિટ સુધી ડિવાઈડર પર લટકતો રહ્યો, પરંતુ વાહનોની અવરજવર વચ્ચે કોઈપણ વ્યક્તિ તેની મદદ માટે આગળ આવી ન હતી. અંતે, તે નીચે રોડ પર પટકાઈ ગયો, જ્યાં તેની હાલત વધુ ગંભીર બની ગઈ હતી.

રાહદારી જમીન પર પડ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. હાઈવે પરથી પસાર થતા વાહનોએ ગતિ ધીમી કરવાની કે મદદ કરવાની તસ્દી લીધી ન હતી. ગંભીર માથાની ઈજાઓને કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૌથી હચમચાવી મુકે તેવી વાત એ છે કે, તેના મૃતદેહ પરથી પણ એક પછી એક વાહનો પસાર થતા રહ્યા, જે માનવતાને શરમાવે તેવી ઘટના ગણાઈ રહી છે.

આ સમગ્ર બનાવે સમાજમાં માનવ સંવેદનાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. “શું લોકોની સંવેદના મરી ગઈ છે?” એવો સવાલ હવે ઉઠી રહ્યો છે, કારણ કે અકસ્માત જેવી ગંભીર સ્થિતિમાં પણ કોઈએ માનવતાના નાતે મદદ કરવી જરૂરી સમજી ન હતી.

ઘટના બાદ ઘણાં સમય પછી એક જાગૃત કારચાલકે પોતાની ગાડી રોકી અને તરત જ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ, જુઓ Video

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">