Holi celebrations 2022: ભારતની આ જગ્યા પર અનોખા અંદાજમાં મનાવવામાં આવે છે હોળી, જુઓ તસ્વીર
Holi 2022: ભારતના લગભગ દરેક ભાગમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આ મોટો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. આ સ્થળો હોળીની ઉજવણી માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આવો જાણીએ તેના વિષે.

ગોવા: હોળીની ઉજવણી માટે અહીં પાંચ દિવસ સુધી શિગ્મો-ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દરમિયાન અનેક પ્રકારની પરેડ કાઢવામાં આવે છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે.

બરસાના: જ્યારે હોળીની ઉજવણીની વાત આવે છે. ત્યારે ઉત્તર પ્રદેશના બરસાનાને કેવી રીતે ભૂલી શકાય છે. અહીં ઉજવાતી હોળીની ઉજવણીમાં દેશ જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ ભાગ લે છે. અહીંની લાઠીમાર હોળી ખૂબ પ્રખ્યાત છે.

મણિપુર:આ જગ્યા ભલે તેની ખુબસુરતી માટે જાણીતી હોય પરંતુ અહીંની હોળીની ઉજવણી પણ ખૂબ જ અલગ છે. અહીં પણ 5 દિવસ સુધી હોળીની ઉજવણી માટે યોસંગ તહેવાર ઉજવવામાં આવે છે. તેની ધામધૂમથી લોકોમાં એક અલગ જ ઉત્સાહ રહે છે.

પુરુલિયા: આ સ્થાન પર એક દિવસ પહેલા હોળી ઉજવવામાં આવે છે, જેમાં પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે. ઉપરાંત, આ પ્રસંગે, ગાયકો શ્રેષ્ઠ ગીતો ગાઈને આ ઉત્સવનું ગૌરવ વધારે છે.

બાંકે બિહારી મંદિરઃ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિરમાં હોળીની ઉજવણી અલગ છે. અહીં પહોંચેલા ભક્તો ઘણા દિવસો સુધી હોળીની ઉજવણીનો આનંદ માણે છે. અહીં આ તહેવારની સુંદરતા અલગ રીતે જોવા મળે છે.