AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજીમાં માઈ ભક્તોની સલામતી માટે મંદિર પરિસરમાં બોંબ સ્કવોડ ટીમ દ્વારા કરાયુ સઘન ચેકિંગ- Video

અંબાજીમાં માઈ ભક્તોની સલામતી માટે મંદિર પરિસરમાં બોંબ સ્કવોડ ટીમ દ્વારા કરાયુ સઘન ચેકિંગ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2026 | 7:55 PM
Share

અંબાજીમાં 20 થી 26 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે 35 લાખથી વધુ માઈભક્તો માના દર્શને આવી તેવી અનુમાન છે. જેના પગલે આ તમામ યાત્રિકોની સુરક્ષા માટે તંત્ર સજ્જ થયુ છે અને મંદિરમાં બોંબ સ્કવોડ ટીમ દ્વારા તેમજ પોલીસ દ્વારા રોજ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

20થી 26 સપ્ટેમ્બરે અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે. 35 લાખથી વધુ માઈભક્તોના આગમનની શક્યતા વચ્ચે અંબાજી ધામ સજ્જ છે. પદયાત્રીઓ માટે માર્ગમાં ભોજન, પાણી, આરામ અને મેડિકલ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મંદિરમાં આરતી અને દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો ભક્તો માટે આશરે 40 લાખ મોહનથાળના પેકેટ તૈયાર થશે. સાથે જ સ્વચ્છતા માટે 5 ઝોન, 2 હજાર સફાઈ મિત્રો અને 750થી વધુ ડસ્ટબિનની સુવિધા કરાઈ છે. જ્યારે સુરક્ષા માટે 5 હજાર પોલીસ જવાનો અને 750થી વધુ CCTV કેમેરા પણ તૈનાત કરાયા છે. જેની વચ્ચે પગપાળા સંઘ અને ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે મહામેળો યોજાય છે. આ મેળામાં દેશભરમાંથી માઈભક્તો માના દર્શને આવે છે અને પૂણ્યનું ભાથુ બાંધે છે. ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને સેવાના કેન્દ્ર એવા ભાદરવી પૂનમના મેળાને લઈને પોલીસ તંત્ર સજ્જ થયુ છે. અંબાજી મંદિર પરિસરમાં બોંબ સ્કવોડ દ્વારા છેલ્લા એક સપ્તાહથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના BDDS એટલે કે બોંબ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ દ્વારા ડોગ સ્કોડને સાથે રાખી મંદિરમાં તમામ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું છે. સાથે મેળા સમયે જિલ્લાની બોમ્બ સ્કવોર્ડની ટીમો બોલાવી મેળાના રૂટ પર પણ તપાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માઈભક્તો હેમખેમ સલામત રીતે પાછા ફરે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

ભક્તોની ભીડ વચ્ચે સુરક્ષા સૌથી મોટો પડકાર છે. ત્યારે ઘોડેસવાર પોલીસની ટીમોથી માંડીને ‘શી ટીમ’ સુધીનો પણ ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. પાર્કિંગથી ટ્રાફિક અને પાણીથી સ્ટ્રીટલાઇટ સુધી તંત્રએ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. પદયાત્રીઓ માટે 10 કરોડનું વીમા કવચ, જ્યારે ટેક્નોલોજી સાથે 22 અને 23 સપ્ટેમ્બરે હવામાન અનુકૂળ રહે તો ડ્રોન શૉનું પણ આયોજન કરાયું છે. 29 સમિતિઓ અને 7 હજારથી વધુ કર્મચારીઓની મહેનત વચ્ચે અંબાજીમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટશે અને બોલ માડી અંબે… જય અંબે.. નો જયઘોષ ગુંજશે .

Sanatan Sanskriti: રાધા અષ્ટમીએ જાણો કોણ છે રાધા રાણીની અષ્ટ સખીઓ, જેના વિશે 99% લોકો નહીં જાણતા હોય…

 

Published on: Sep 19, 2026 07:54 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">