Independence day special : રાજકોટનું સિલ્વર હાઈટ્સ રંગાયું દેશ પ્રેમના રંગે, હર ઘર તિરંગા અભિયાનથી મળી પ્રેરણા
Independence day special : રાજકોટના સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંચી બિલ્ડિંગ પર 75 મીટર લાંબો લહેરાયો તિરંગો લહેરાયો હતો.


રાજકોટ શહેરમાં અનેક જગ્યા એ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના સૌથી ઉંચી રેસીડેન્સીયલ ઈમારત પર અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટના સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંચી બિલ્ડિંગ પર 75 મીટર લાંબો લહેરાયો તિરંગો લહેરાયો હતો.

23 માળનું સિલ્વર હાઇટસ એપાર્ટમેન્ટ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલું છે તેમજ આ આયોજનના અનેક લોકોએ તેના સાક્ષી રહ્યા હતા.

હર ઘર તિરંગા અભિયાનથી પ્રેરાઈને છેલ્લા 2 વર્ષથી આખા એપાર્ટમેન્ટમાં આવી રીતે મોટો તિરંગો લગાવવામાં આવે છે.

આ તિંરંગો દૂર-દૂર સુધી દેખાઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી સિલ્વર હાઇટસ એપાર્ટમેન્ટમાં આ પ્રકારે તિરંગાનો સિલસિલો ચાલુ છે.

સૌથી નાની ઉંમરના બાળકોથી લઈને સૌથી મોટી ઉંમરના વૃદ્ધો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

એપાર્ટમેન્ટના 500થી વધુ લોકોએ ધ્વજવંદન કર્યું છે તેમજ સોસાયટીના તમામ લોકો એક સરખા ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા.

































































