TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
રાજકોટના પટોળાની માગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ રહે છે. હાલ પટોળાની ફેશન ખુબ જ ટ્રેન્ડમાં છે. રાજકોટમાં બનતા આ ઈકત પટોળા એક હાથશાળાની કળા છે. કામદારો હાથ દ્વારા હાથવણાટથી આખી સાડીને તૈયાર કરે છે અને ખાસ ડિઝાઇન બનાવે છે. આ પટોળા હાથવણાટના હોવાથી બનાવવામાં ખુબ સમય લાગતો હોય છે.
રાજકોટ જિલ્લાનું જસદણનું નામ આવે એટલે હેન્ડીક્રાફ્ટ જેવા ઉદ્યોગો યાદ આવે, જસદણ આજે દેશભરમાં ઉપરાંત વિદેશોમાં પણ જાણીતું છે. હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની વાત કરીએ તો જસદણમાં આશરે ૨૫૦ થી વધુ કારખાના હેન્ડીક્રાફ્ટના છે એક કંપનીમાં ૫૦ થી વધુ લોકોને રોજગારી મળે છે આશરે 4 હજાર લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે.
રાજકોટના ચેતનભાઈ જોષીએ કહ્યું કે મારા પત્નીને તેના જન્મદિવસ પર ખુશ કરવા માટે મારે તેને કંઈક નવી ગિફ્ટ આપવી હતી. જેથી વિચાર્યું કે બાઈક, કાર, ઘર, કપડા સહિતની વસ્તુઓ તો લોકો ગિફ્ટમાં આપતા જ હોય છે.પણ મારે કંઈક નવુ કરવુ હતું.જેથી મે મારી પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી છે.
ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન (Raksha Bandhan). ત્યારે રાજકોટમાં રક્ષાબંધનને લઈને માર્કેટમાં રાખડી ખરીદવા માટે બહેનોની ભીડ જોવા મળી રહી છે.આ વર્ષે રાજકોટમાં બીજી રાખડીઓ કરતા ગોલ્ડ-સિલ્વરની રાખડી ખરીદવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.
Independence day special : રાજકોટના સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંચી બિલ્ડિંગ પર 75 મીટર લાંબો લહેરાયો તિરંગો લહેરાયો હતો.