IND vs ENG Live Streaming : ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની સેમિફાઈનલ લાઈવ મેચ મફતમાં કેવી રીતે જોઈ શકશો? જાણો
IND vs ENG Live Streaming : ટી20 વર્લ્ડકપ 2026માં સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વેને હાર આપી હતી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચ 5 માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારત ગ્રુપ એમાં બીજા સ્થાને છે.

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભારત સેમિફાઈનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાએ 1 માર્ચના રોજ વેસ્ટઈન્ડિઝને રોમાંચક મેચમાં 5 વિકેટથી હાર આપી હતી. આ જીતનો હીરો સંજુસેમસન રહ્યો હતો. તેમણે અણનમ 97 રનની ઈનિગ્સ રમી હતી. તેની ઈનિગ્સમાં 12 ચોગ્ગા અને 4 સિક્સ સામેલ હતી. પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.ભારત ગ્રુપએમાં બીજા સ્થાને રહ્યું હતુ. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ટોપ પર રહી હતી. હવે સેમિફાઈનલમાં ભારતનો સામનો ગ્રુપ 2ની ટોપ ઈંગ્લેન્ડ સામે થઈ રહ્યો છે. પહેલી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંન્ને મેચની વિજેતા ટીમ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમશે.
ચાહકોને ફરી રોમાંચક મેચની આશા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચ ગુરુવારના રોજ રમાશે.આ મેચ ભારતીય સમયઅનુસાર 7 કલાકે શરુ થશે. આ હાઈવોલ્ટેજ મેચ માનવામાં આવી રહી છે. કારણ કે, બંન્ને ટીમ સતત ત્રીજી વખત ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં આમને સામને થશે.આ સેમિફાઈનલ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર મોટા મેચનો લાંબો ઈતિહાસ રહ્યો છે. ચાહકોને ફરી રોમાંચક ક્રિકેટની આશા છે. ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચનું સીધી પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે. ચાહકો આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર જોઈ શકો છો.
View this post on Instagram
હાઇ-વોલ્ટેજ મેચ
2026ના T20 વર્લ્ડ કપના બીજા સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ એકબીજા સામે ટકરાશે. આ મેચ પહેલા, ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જે હેડલાઇન્સમાં છે. ઓલરાઉન્ડર સેમ કુરેને ભારત સામેની સેમિફાઇનલ મેચ પહેલા ભારતીય ઓપનર અભિષેક શર્મા અંગે સાવધાની વ્યક્ત કરી છે. ગુરુવારે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારી આ હાઇ-વોલ્ટેજ મેચ બંને ટીમો માટે ફાઇનલમાં પહોંચવાની એક મોટી તક છે. કુરેને કહ્યું કે, તે અભિષેકના ખતરાથી સારી રીતે વાકેફ છે અને આશા રાખે છે કે તે બીજી વિસ્ફોટક ઇનિંગ નહીં રમે.
