Women’s health : મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો કેમ થાય છે? એક્સપર્ટ પાસેથી જાણો
પીરિયડ્સના શરુઆતમાં દરેક મહિલાને દુખાવો થાય છે.પરંતુ કેટલીક મહિલાઓને આ દરમિયાન કેટલીક સમસ્યાઓ કેટલાક દિવસ સુધી રહે છે. જે સામાન્યથી વધારે હોય છે. તેનું કારણ શું છે. આ વિશે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

મેનોપોઝ પહેલા, મોટાભાગની મહિલાઓને મહિનામાં એકવાર પીરિયડ્સ આવે છે. આ સમય દરમિયાન તેમને પેટમાં દુખાવો, પેટમાં ખેંચાણ, મૂડ સ્વિંગ અને થાક અનુભવે છે. પરંતુ કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખુબ દુખાવો થાય છે, તેમજ આ દુખાવો કેટલાક દિવસો સુધી રહે છે.

આ દુખાવો એટલો વધી જાય છે કે, મહિલાઓને આ દરમિયાન કામ કરવાની પણ સમસ્યા થાય છે. મેડિકલની ભાષામાં આ સ્થિતિને ડિસમેનોરિયા કહે છે. આવું કેમ થાય છે. આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

પીરિયડની શરુઆતમાં દરેક મહિલાને દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ખુબ વધારે પણ થાય છે. આનું કારણ એ છે કે, પીરિયડસ દરમિયાન મહિલાઓના શરીરમાં પ્રોસ્ટાગ્લૈડિન હોર્મોન બને છે.

કેટલીક મહિલાઓમાં આ હોર્મોન જરુર થી વધારે બની જાય છે. જો આ હોર્મોન વધી જાય છે. તો મહિલાઓને યુટ્રસનના સ્નાયુઓ વધુ સંકોચાય છે, જેના કારણે દુખાવો તીવ્ર બને છે અને ઘણા દિવસો સુધી રહે છે.

ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જે મહિલાઓને ફાઈબ્રોડ કે પછી સિસ્ટની સમસ્યા હોય છે. તેને પીરિયડ્સ દરમિયાન ખુબ વધારે દુખાવો થાય છે. જો મહિલા માનસિક તણાવમાં છે અને તેને અનકાકોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધી રહ્યું છે. તો આનાથી દુખાવો થઈ શકે છે.

પીરિયડ્સ દરમિયાન એક-2 દિવસ સુધી દુખાવો થવો સામાન્ય છે પરંતુ વધારે સમય સુધી રહે છે. તેમજ કામ કરવામાં પણ મુશ્કેલી રહે છે.

તો આ મામલે ડોક્ટરની સલાહ જરુર લેવી જોઈએ. જો કોઈ લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમ કે, દુખાવાની સાથે બ્લીડિંગ, ઉલટી, તાવ અને ચક્કર આવે છે. તો તરત જ હોસ્પિટલ જવું આ મામલે લાપરવાહી ન રહો.

કઈ કઈ વાતનું ધ્યાન રાખવું. તો પીરિયડ્સ દરમિયાન હુંફાળું ગરમ પાણી પીઓ. પેટ પર હીટિંગ પૈડ લગાવો. ફુડમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો. દરરોજ પર્યાપ્ત માત્રામાં ઉંઘ લો. તેમજ મહત્વની વાત એ છે કે, માનસિક તણાવ ન લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
