Women’s health : બ્રેસ્ટફીડિંગ દરમ્યાન બ્રેસ્ટની અંદર ગાંઠ કેવી રીતે બને છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
બ્રેસ્ટફીડિંગ દરમિયાન કેટલીક મહિલાઓને બ્રેસ્ટ એબ્સેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તો આજે આપણે ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં બ્રેસ્ટ એબ્સેસની સમસ્યા શું છે અને કેવી રીતે થાય છે. ચાલો જાણીએ.

હંમેશા મહિલાઓ બાળકોને બ્રેસ્ટફીડ કરાવતી વખતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે બ્રેસ્ટ એબ્સેસની સમસ્યા. આ એક સામાન્ય સમસ્યા છે. જે મહિલાઓને પ્રભાવિત કરે છે. આ કારણે મહિલાઓને વધુ દુખાવો થાય છે.

બ્રેસ્ટ એબ્સેસની સમસ્યા કેવી રીતે થાય છે? તેમજ આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ. બ્રેસ્ટ એબ્સેસની સમસ્યામાં એક બ્રેસ્ટ પર એક ગાંઠ થાય છે. જે બ્રેસ્ટની સ્કિન નીચે થાય છે. આ સમસ્યા દુધ યોગ્ય રીતે ન નીકળવું, મૈસ્ટાઈટિસને નજરઅંદાજ કરવો તેમજ બેક્ટેરિયલ ઈન્ફેક્શના કારણે આ સમસ્યા થાય છે.

કેટલીક વખત બાળક યોગ્ય રીતે દુધ ન પીવાથી દુધ સંપુર્ણ રીતે બહાર નીકળતું નથી. જેથી દુધની નળીમાં દુધ જમા થઈ જાય છે. જેના કારણે મહિલાઓને બ્રેસ્ટ એબ્સેસ કે પછી ગાંઠ બનવાની સમસ્યા થાય છે જેનાથી વધારે દુખાવો થાય છે.

મૈસ્ટાઈટિસ એક પ્રકારનું ઈન્ફેક્શન છે. જેમાં સંક્રમિત ભાગમાં ગાંઠ થવાથી દુખાવો વધારે થાય છે અને સોજો થાય છે. જો સમયસર સારવાર ન મળે તે આ બ્રેસ્ટ એબ્સેસમાં બદલી જાય છે.

કેટલીક વખત નિપ્પલની ડીંટી દ્વારા સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશવાને કારણે, મહિલાઓને બ્રેસ્ટની અંદરના પેશીઓમાં ઈન્ફેક્શ અને પરુની રચનાની સમસ્યાનો સામનો કરવો પડે છે, જે બ્રેસ્ટમાં ફોલ્લાનું જોખમ વધારે છે.

બ્રેસ્ટ એબ્સેસના લક્ષણો વિશે વાત કરીએ તો બ્રેસ્ટ એબ્સેસની સમસ્યામાં બ્રેસ્ટફીડ કરાવતી વખતે હંમેશા મહિલાઓને બ્રેસ્ટમાં દુખાવો, ગાંઠની સમસ્યા થાય છે. આ સિવાય આ કારણે મહિલાોના બ્રેસ્ટમાં રેડનેસ તેમજ આ વિસ્તાર ગરમ રહી શકે છે.

બ્રેસ્ટ એબ્સેસની સમસ્યા થવા પર મહિલાઓને તેમના બ્રેસ્ટ સ્પર્શ કરતી વખતે અથવા બ્રેસ્ટફીડિંગ દરમ્યાન તીવ્ર દુખાવો થઈ શકે છે. આ સમસ્યાઓને અવગણશો નહીં. કેટલીક વખત શરીરમાં ઈન્ફેક્શનના કારણે બ્રેસ્ટમાં દુખાવાની સાથે મહિલાઓને તાવ આવી શકે છે. આ દરમિયાન આ લક્ષણોને નજરઅંદાજ કરશો નહી.

ક્યારેક, બ્રેસ્ટ ફોલ્લાની સમસ્યાને કારણે, મહિલાઓને બ્રેસ્ટમાંથી પરુ અથવા દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.બ્રેસ્ટફીડ કરાવતી મહિલાઓને ઘણીવાર બ્રેસ્ટમાં ફોલ્લાઓનો અનુભવ થઈ શકે છે. જો તમને કોઈ લક્ષણો દેખાય, તો તેને અવગણશો નહીં અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
