Women’s health : આ કારણોથી મહિલાઓમાં વધી રહી છે ઓવેરિયન સિસ્ટની સમસ્યા
ઓવરિયન સિસ્ટ એક તરલ પદાર્થથી ભરેલી થેલી છે. જે મહિલાઓના એક કે બંન્ને અંડાશયોમાં બની શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, ક્યાં કારણોથી મહિલાઓમાં ઓવેરિયન સિસ્ટની સમસ્યા વધી રહી છે.

આજના ભાગદોડભરી લાઈફમાં, મહિલાઓમાં અનેક પ્રકારની હોર્મોનલ સમસ્યાઓ જોવા મળી રહી છે, જેમાંથી એક છે ઓવરીયન સિસ્ટની સમસ્યા છે. વધારે સમય સુધી બેસવું, ફિઝિકલ એક્ટિવિટીની ઉણપ,તણાવ અને હોર્મોન અસંતુલનના જેવા કારણોથી મહિલાઓમાં પ્રજનન એટલે કે, ફર્ટિલિટી સંબંધી સમસ્યાઓ ઝડપી વધી રહી છે.

આ સમસ્યાઓમાંથી એક છે ઓવરિયન સિસ્ટમ એટલે કે, અંડાશયમાં થનારી ગાંઠ. આ સમસ્યા મહિલાઓ તેમજ યુવાન છોકરીઓમાં પણ જોવા મળી શકે છે. ઓવરિયન સિસ્ટના ક્યારેક ક્યારેક કોઈ લક્ષણો આપમેળે યોગ્ય થઈ જાય છે. પરંતુ કેટલીક વખત આ લક્ષણો ગંભીર બની શકે છે. મહિલાઓને સવાલ થાય છે કે, શું ઓવરિયન સિસ્ટથી પાચનતંત્ર પર અસર પડી શકે? આનાથી કબજીયાત જેવી સમસ્યા થઈ શકે છે.

હવે આપણે જાણીએ કે, ઓવરિયન સિસ્ટના લક્ષણો ક્યા ક્યા છે અને ક્યાં કારણોના કારણે મહિલાઓમાં આ પરેશાની જોવા મળે છે. પેટ ફુલવો, કે સોજો આવવો સ્ટૂલ પાસ કરવામાં મુશ્કેલી આવવી. પીરિયડ્સ પહેલા કે પછી પેલ્વિકમાં દુખાવો. શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો, ઉલ્ટીની સમસ્યા, કમરમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી, વારંવાર પેશાબ જવું તો હવે વિસ્તારથી જાણીએ ઓવેરિયન સિસ્ટ શું હોય છે.

હોર્મોનલ સમસ્યાઓ ફંક્શનલ સિસ્ટમ સામાન્ય રીતે કોઈ સારવાર વગર આપમેળે ક્યારેક યોગ્ય થઈ જાય છે. આ સિસ્ટ હોર્મોનમાં બદલાવનું કારણ હોય છે.

એન્ડોમેટ્રિયોસિસથી પીડિત મહિલાઓને સિસ્ટ થઈ શકે છે. એન્ડોમેટ્રિયોસિસ ગર્ભાશયમાં થનારી એક બીમારી છે. જેમાં ગર્ભાશયની આંતરિક પરત બનાવનાર એન્ડોમેટ્રિયલમાં વધારો થાય છે. અને ગર્ભાશયની બહાર અન્ય અંગોમાં ફેલાવવા લાગે છે.

જો તમને લાંબા સમયથી કબજિયાત હોય અને પેટમાં દુખાવો, અનિયમિત પીરિયડ્સ, વારંવાર પેશાબ કરવાની ઇચ્છા, અથવા પેટમાં ગઠ્ઠો જેવી સમસ્યાઓનો અનુભવ થઈ રહ્યો હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સૌ પ્રથમ, સોનોગ્રાફી અથવા અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ફોલ્લો હોવાની પુષ્ટિ થાય છે. આના આધારે સારવાર નક્કી કરવામાં આવે છે.

ફળો, શાકભાજી, આખા અનાજ વગેરે જેવા ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક લેવાથી કબજિયાતમાં રાહત મળી શકે છે. પવનમુક્તાસન, ભુજંગાસન અને માલાસન જેવા નિયમિત યોગાસન કબજિયાતમાં ફાયદાકારક છે, આ સાથે દિવસભર 2.5 થી 3 લિટર પાણી પીવું મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
