AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નગરપાલિકા માટે તમામ જૂના જોગીને પડતા મુકાતા દાહોદ ભાજપમાં દાવાનળ, 5 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

Breaking News : નગરપાલિકા માટે તમામ જૂના જોગીને પડતા મુકાતા દાહોદ ભાજપમાં દાવાનળ, 5 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2026 | 5:05 PM
Share

ગુજરાત ભાજપે, દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં નવા ઉમેદવારો પર દાવ લગાવતા, જૂના જોગીઓ નારાજ થઈ ઉઠ્યા છે. ભાજપના પાંચ કોર્પોરેટરો તેમના મિત્રવર્તુળ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ વખતે દાહોદ નગરપાલિકામાં ભાજપની લડાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ભાજપના અસંતોષી કાર્યકર્તાઓ સામે રહેશે.

દાહોદ શહેર ભાજપમાં ભડકો થયો છે. ભડકો થવાનું કારણ, નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તેના તમામ જૂના કોર્પોરેટરોને પડતા મુક્યા છે. માત્ર કોંગ્રેસમાંથી આવેલ 2 કોર્પોરેટરને રિપિટ કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપે, દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં નવા ઉમેદવારો પર દાવ લગાવતા, જૂના જોગીઓ નારાજ થઈ ઉઠ્યા છે. ભાજપના પાંચ કોર્પોરેટરો તેમના મિત્રવર્તુળ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ વખતે દાહોદ નગરપાલિકામાં ભાજપની લડાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ભાજપના અસંતોષી કાર્યકર્તાઓ સામે રહેશે.

નગરપાલિકામાં નવા ચહેરા ઊતારાતા ભાજપમાં ભડકો

દાહોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ જૂના કોર્પોરેટરોને પડતા મુક્યા છે. જેના કારણે આજરોજ ભાજપના પૂર્વ 5 નગર સેવકો તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના પૂર્વ કારોબારી અધ્યક્ષ લક્ષ્મણભાઈ રાજગોર સહિત અન્ય 5 પૂર્વ નગર સેવકો અહેમદ ચાંદ માસમાં બેન ગરબાડા વાલા અશ્વત બેન દલાલ તેમજ કિંજલ બેન પરમાર તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.

ભાજપની સમજાવટ નિષ્ફળ

દાહોદ શહેરમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે તો ખરો પરંતુ ભાજપના અસંતુષ્ઠો સામે પણ જામશે ચૂંટણી જંગ. ભાજપને છોડી કોંગ્રેસમાં 5 નગરસેવકો જોડાતા દાહોદમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપ દ્વારા નારાજ નગરસેવકોને મનાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યાં છે.

ભાવનગરમાં ભાજપની ભાજગંડ : પૂર્વ મેયરની ભાજપા કાર્યાલમાંથી કરાઈ હકાલપટ્ટી ! જુઓ વીડિયો

Published on: Apr 10, 2026 04:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">