Breaking News: અરે આ શું! આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં! રાજકોટમાં ઉઠ્યો મોટો વિવાદ, જુઓ Video
રાજકોટમાં આચારસંહિતા અમલમાં હોવા છતાં એક સરકારી કર્મચારી ભાજપના કાર્યાલયમાં જોવા મળતા રાજકીય વિવાદ ઊભો થયો છે. માહિતી મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા ભાર્ગવ ઠાકર ભાજપ કાર્યાલયમાં હાજર જોવા મળ્યા હતા.
રાજકોટમાં આચારસંહિતા અમલમાં હોવા છતાં એક સરકારી કર્મચારી ભાજપના કાર્યાલયમાં જોવા મળતા રાજકીય વિવાદ ઊભો થયો છે. માહિતી મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા ભાર્ગવ ઠાકર ભાજપ કાર્યાલયમાં હાજર જોવા મળ્યા હતા.
આ ઘટનામાં વધુ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ભાર્ગવ ઠાકર ઉમેદવાર રક્ષિત કલોલાનું ઉમેદવારી ફોર્મ ભરતી પ્રક્રિયામાં જોડાયેલા હોવાનું કેમેરામાં કેદ થયા. કેમેરા સામે આવતા જ તેમણે સ્થળ પરથી ઝડપથી નીકળી જવાનો પ્રયાસ કર્યો, જેના કારણે શંકા વધુ ગાઢ બની ગઈ.
કેમેરામાં ફોર્મ ભરતા દેખાયા
પછી તેમણે સ્પષ્ટતા આપતાં કહ્યું કે તેઓ માત્ર મિત્રને મદદ કરવા માટે ત્યાં આવ્યા હતા અને કોઈ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ નહોતા. જોકે, કેમેરામાં ફોર્મ ભરતા દેખાયા હોવા છતાં તેઓ ફોર્મ ન ભર્યાનું દાવો કરતા રહ્યા, જે વધુ પ્રશ્નો ઊભા કરે છે.
કાર્યાલયમાં કેવી રીતે હાજર રહી શકે?
આચારસંહિતા દરમિયાન સરકારી કર્મચારીઓએ રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેવું જરૂરી હોય છે. ત્યારે એવો સવાલ ઊભો થયો છે કે એક સરકારી કર્મચારી પક્ષના કાર્યાલયમાં કેવી રીતે હાજર રહી શકે?
આ ઘટનાને લઈને વિરોધ પક્ષ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે ચૂંટણી આયોગ અથવા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
Breaking News : અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ List
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
