AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના 36 ઉમેદવારોએ મેન્ડેટ પરત આપ્યા

Breaking News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના 36 ઉમેદવારોએ મેન્ડેટ પરત આપ્યા

| Updated on: Apr 11, 2026 | 4:43 PM
Share

ધોળકા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉગ્ર બનતા 36 ઉમેદવારોએ મેન્ડેટ પરત આપ્યા છે, જેને કારણે ચૂંટણી પહેલા પક્ષમાં ભારે અસંતોષ ફેલાયો છે, સમયસર સ્થિતિ સુધરે નહીં તો ઉમેદવારી રદ થવાની શક્યતા વચ્ચે કોંગ્રેસ માટે મોટું રાજકીય સંકટ ઉભું થયું છે.

અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને ધોળકા કોંગ્રેસમાં સર્જાયેલી પરિસ્થિતિએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જ પક્ષની અંદરથી ઉદ્ભવેલી અસંતોષની લહેર હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે.

ધોળકા નગરપાલિકાની ચૂંટણી માટે પસંદ કરાયેલા કુલ 36 ઉમેદવારોના મેન્ડેટ જિલ્લા પ્રમુખને પરત સોંપવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પગલાં પાછળનું મુખ્ય કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક નેતાઓએ ભાજપની “બી ટીમ” તરીકે કામ કરતા લોકો ને ટિકિટ અપાવી હોવાના આક્ષેપો થયા છે. આ મુદ્દે પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આંતરિક વિખવાદ એટલો વધ્યો છે કે ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચૂંટણી પહેલા જ સંગઠનમાં આવી ભંગાણ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. જો સમયસર મેન્ડેટ ફરીથી જમા નહીં થાય તો તમામ 36 ઉમેદવારોના ફોર્મ રદ થવાની શક્યતા ઉભી થઈ શકે છે. આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે અને ચૂંટણીમાં સીધી અસર પાડી શકે છે.

હવે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે કોંગ્રેસ આ સંકટમાંથી કેવી રીતે બહાર આવે છે. શું પક્ષ તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરીને પરિસ્થિતિને સંભાળી શકશે કે પછી આ વિખવાદના કારણે મોટાપાયે ઉમેદવારી રદ થશે એ જોવું હવે રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">