6,6,6,6,6,4,4,4,4,4… અભિષેક શર્માની તોફાની બેટિંગ, પંજાબ કિંગ્સ સામે 18 બોલમાં આક્રમક અડધી સદી ફટકારી
IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં SRH ટોસ હારી ગયું અને પહેલા બેટિંગ કરવાની ફરજ પડી. જેને SRH ના ઓપનર અભિષેક શર્માએ એક સુવર્ણ તકમાં ફેરવી દીધી. અભિષેક શર્માએ પહેલા બેટિંગની તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પંજાબના બોલરોને ધોઈ નાખ્યા. અભિષેકે માટે 18 બોલમાં આક્રમક ફિફ્ટી ફટકારી હતી.

IPL 2026 ની 17 મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે જીતના ટ્રેક પર ટકી રહેવાનો પડકાર હતો. કારણ કે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી, તેઓ 2 મેચ હારી ગયા છે અને એક મેચ જીતી છે. ટોસ પંજાબ કિંગ્સના પક્ષમાં હતો અને તેઓએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરવા આવ્યા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આ તકનો લાભ લીધો.
અભિષેક શર્માની આક્રમક અડધી સદી
પાવરપ્લેની છ ઓવરમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પંજાબ કિંગ્સના બોલરોની જોરદાર ધુલાઈ કરી. આ મેચમાં અભિષેક શર્માનું તોફાન જોવા મળ્યું. અભિષેક શર્માએ ધમાકેદાર ઇનિંગ રમી. તેણે 18 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. આ સાથે, તેણે આ ટુર્નામેન્ટમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી. તેનો સ્ટ્રાઇક રેટ 278.95 થી વધુ હતો.
પંજાબ સામે સતત ત્રીજી સિઝનમાં ફિફ્ટી
અભિષેક શર્માએ IPLમાં પંજાબ કિંગ્સ સામે સતત ત્રીજી સિઝનમાં અડધી સદી ફટકારી છે . આ પહેલા તેણે IPL 2024 અને IPL 2025માં અડધી સદી ફટકારી હતી. હવે તેણે IPL 2026માં પંજાબ કિંગ્સ સામે પોતાની ત્રીજી અડધી સદી ફટકારી છે.
1⃣8⃣-ball FIFTY
Abhishek Sharma unleashed in New Chandigarh
Updates ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH | @OfficialAbhi04 pic.twitter.com/d5PxPplVJq
— IndianPremierLeague (@IPL) April 11, 2026
28 બોલમાં 74 રન બનાવ્યા
અભિષેક શર્માએ પાવરપ્લેના 6 ઓવરમાં 22 બોલ રમ્યા અને તેમાં 66 રન બનાવ્યા. આ વખતે તેના નામે 5 ચોગ્ગા અને 7 છગ્ગા હતા. ઉપરાંત, સ્ટ્રાઇક રેટ 300 હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 105 રન બનાવ્યા. ટ્રેવિસ હેડે 15 બોલમાં 31 રન બનાવ્યા. અભિષેક શર્મા 28 બોલમાં 74 રન બનાવીને શશાંક સિંહની બોલિંગમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારીને આઉટ થયો. શશાંકે તેને બીજી વખત આઉટ કર્યો છે.
આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય
અભિષેક શર્માએ IPLની એક ઇનિંગમાં 1 થી 6 ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા સનથ જયસૂર્યાએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 7 છગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 7 છગ્ગા ફટકાર્યા હતા. જોની બેયરસ્ટોએ 2022માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે RCB સામે 7 છગ્ગા ફટકાર્યા હતા. હવે અભિષેક શર્માએ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે પંજાબ કિંગ્સ સામે 7 છગ્ગા ફટકાર્યા છે. તે IPLમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
