ચૂંટણી છે કે જાન? પાટણમાં બળદગાડા પર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવારો
ચાણસ્મામાં ભાજપના ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો. પાટીદાર મતો અંકે કરવા ભાજપે 84 પાટીદાર મહિલા ઉમેદવાર પર ખેલ્યો દાવ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે પાટણના ચાણસ્મામાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળેલા ભાજપના ઉમેદવારોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભાજપની ધિનોજ બેઠકના યુવા ઉમેદવારો કોઈ લક્ઝરી કારમાં નહીં, પરંતુ પરંપરાગત બળદગાડા પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારોનો આ અંદાજ જોઈને જાણે કોઈ વરઘોડો નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
84 પાટીદાર મહિલા ઉમેદવાર અને વિજયનું ગણિત
ભાજપે ચાણસ્માની 3 બેઠકો માટે ખાસ વ્યૂહરચના ઘડી છે. ખાસ કરીને વડાવલી જિલ્લા પંચાયત બેઠક પર 84 કડવા પાટીદાર સમાજના મતો અંકે કરવા માટે ભાજપે 84 પાટીદાર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારીને મોટો દાવ ખેલ્યો છે. ભાજપનો લક્ષ્ય આ બેઠક પર પાટીદાર સમાજના મતોનો ‘ખોબો’ ભરી લેવાનો છે.
પરંપરાગત રીતે ગાડામાં બેસીને નીકળેલા ઉમેદવારોને જોવા માટે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ દેશી અંદાજ અને પાટીદાર કાર્ડ ભાજપને વિજય અપાવવામાં કેટલા સફળ રહે છે.
મોરપંખ ચમકાવશે તમારું ભાગ્ય કે વધારશે આર્થિક તંગી? આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે, જાણો બરકત મેળવવાની સાચી રીત
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
