કઈ ખાસ ટેકનોલોજીથી બને છે રેલવેના ‘પાટા અને પૈડાં’ ? શું છે આની પાછળનું ‘અસલી સત્ય’ ?
ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે, જેણે ટ્રેનમાં મુસાફરી નહીં કરી હોય. રેલવેના પાટા પરથી રોજ હજારો ટ્રેન પસાર થાય છે પણ શું તમે ક્યારેય એ વિચાર્યું કે, આ પાટા શેના બનેલા હોય છે? જો તમે એમ માનતા હોવ કે, ટ્રેનના પાટા અને પૈડાં મજબૂત લોખંડના બનેલા હોય છે, તો તમે ખોટા છો.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે પાટા પર હજારો ટન વજન ધરાવતી ટ્રેનો દિવસ-રાત દોડે છે, તે પાટા આખરે શેના બનેલા હોય છે? આપણને પાટા જોતા એવું જ લાગે કે, આ મજબૂત પાટા લોખંડના હશે પરંતુ અહીં જ એક મોટું રહસ્ય છુપાયેલું છે.

તમને જણાવી દઈએ કે, ટ્રેનના પાટા લોખંડમાંથી નહીં પણ મેંગેનીઝ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. મેંગેનીઝ સ્ટીલમાં 12 ટકા મેંગેનીઝ અને લગભગ 1 ટકા જેટલું કાર્બન ભેળવવામાં આવે છે. આના કારણે પાટા મજબૂત અને ટકાઉ બને છે તેમજ ટ્રેનનું વજન સહન કરી શકે છે.

આ ધાતુની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના પર જેટલું વધારે વજન આવે, તે એટલું જ વધારે મજબૂત બની જાય છે. વધુમાં આ ધાતુની સૌથી મોટી વિશેષતા તેનું 'સેલ્ફ-હાર્ડનિંગ' (Self-hardening) પ્રોપર્ટી છે.

સરળ રીતે સમજીએ તો, જેમ જેમ ટ્રેનના પૈડાં આ પાટા પર દબાણ લાવે છે, તેમ તેમ આ સ્ટીલની ઉપરનું પડ વધુને વધુ સખત થતું જાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, આ સ્ટીલ દબાણ હેઠળ તૂટવાને બદલે પોતાની આંતરિક સંરચનાને વધુ મજબૂત બનાવી લે છે. આ જ કારણ છે કે, હજારો ટ્રેન પસાર થયા પછી પણ પાટાનો આકાર બદલાતો નથી.

હવે સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, ટ્રેનના પૈડાં શેમાંથી બને છે. જો તમને લાગતું હોય કે, પૈડાં તો લોખંડમાંથી જ બનતા હશે, તો તમે અહીં પણ ખોટા છો. તમને જણાવી દઈએ કે, તે ફોર્જ્ડ સ્ટીલ અથવા કાર્બન સ્ટીલ મિક્સ ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ પૈડાં અત્યંત મજબૂત, ઉચ્ચ દબાણ અને ભારે વજન સહન કરવા માટે બનાવવામાં આવે છે.
Breaking news : રેલવેએ નકલી IRCTC એકાઉન્ટ્સ સામે કરી કાર્યવાહી, લાખો ID કર્યા બ્લોક, જુઓ તમારુ તો બંધ નથી થયું ને?
