Breaking News : સુરતમાં 17 લાખની લોન છેતરપિંડી મામલે 4 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ
સુરતમાં લોન મામલે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.સંજીવ તનેજાની ધરપકડ કરવામાં આવી છે.અંબાલા સિટી પોલીસની આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીએ 1,2 નહી પરંતુ 17 લાખથી વધુ રુપિયા પડાવ્યા હતા.
સુરત શહેરમાં લોન અપાવવાના નામે લાખોની ઠગાઈ કેસમાં કાપડ વેપારીની ધરપકડ કરવામાં આવી છે.આરોપી છેલ્લા ચાર વર્ષથી પોલીસ પકડથી ફરાર હતો.સારોલી પોલીસ મથકમાં આરોપીએ છેતરપિંડી કરી તેવી ફરીયાદ નોંધાઇ હતી,જે અંગે આરોપી સુરત કોર્ટમાં આવ્યો હતો. કોર્ટમાં આવતા જ તપાસ અર્થે આવેલી અંબાલા પોલીસને તેની જાણ થઈ હતી.જ્યાં કોર્ટમાં નીચે ઉતરતા જ આરોપીને સંજીવ તનેજનને દબોચી પાડ્યો હતો.અંબાલા પોલીસ આરોપીની ધરપકડ કરી અંબાલા લઈ રવાના થઈ ગઈ છે.
લોન મામલે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ
વર્ષ 2022 માં અંબાલા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.મુકેશ અલઘ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. છેલ્લા 12 વર્ષથી સુરતની દેશરાજ એન્ડ સન્સ ફર્મ સાથે વેપાર કરતા હતા,સંજીવ તનેજા સાથે પરિચયમાં આવ્યા હતા,તનેજાએ પોતાના ઓળખીતાને વિદેશી બેંક અધિકારી બતાવી પરિચય કરાવ્યો હતો.પ્રોપર્ટી વિના મોટી લોન અપાવવાનું કહી લાખોની ઠગાઈ કરી હતી.
17 લાખથી વધુ રૂપિયા પડાવ્યા
અલગ અલગ હપ્તામાં 17 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા.પ્રોસેસિંગ ફી, GST ના નામે રૂપિયા વસૂલ્યા હતા. નકલી ડોક્યુમેન્ટ અને સ્વિફ્ટ કોડ અને સ્ક્રીન્સશોટ મોકલી વિશ્વાસ કેળવ્યો હતો.લોન નહીં મળતા ભોગ બનનારે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે અંગે વધુ તપાસ અંબાલા પોલીસ દ્વારા ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ છે.
