AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaya Kishori : જયા કિશોરીના આ અમૂલ્ય વચનો તમારું જીવન બદલી નાખશે, જુઓ Video

આધુનિક જીવનમાં જયા કિશોરીજીના અમૂલ્ય વિચારો સાચા સુખનો માર્ગ દર્શાવે છે. તેઓ શીખવે છે કે ખુશી ભૌતિક વસ્તુઓમાં નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે.

Jaya Kishori : જયા કિશોરીના આ અમૂલ્ય વચનો તમારું જીવન બદલી નાખશે, જુઓ Video
| Updated on: Apr 11, 2026 | 4:58 PM
Share

આધુનિક જીવનમાં, જયા કિશોરીના અમૂલ્ય વિચારો ઘણા લોકો માટે માર્ગદર્શક બની રહ્યા છે. તેમના શબ્દોમાં એવી સરળતા છે કે જે સીધી દિલ સુધી પહોંચી જાય છે. તેઓ આપણને જીવનને સમજવાની અને સાચી ખુશી શોધવાની નવી દિશા આપે છે.

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ એક જ વસ્તુનો પીછો કરી રહ્યો છે, ખુશી. કેટલાક માને છે કે વધુ પૈસા કમાવાથી ખુશી મળશે, જ્યારે કેટલાક માટે મોટી કાર કે મોટું ઘર જીવનનું અંતિમ લક્ષ્ય છે. પરંતુ હકીકતમાં, આ બધી વસ્તુઓ હોવા છતાં પણ ઘણા લોકો અંદરથી ખાલીપો અનુભવે છે. અહીં જ જયા કિશોરીજીનો વિચાર આપણને અટકીને વિચારવા મજબૂર કરે છે.

સાચું સુખ ત્યારે મળે છે જ્યારે આપણે બીજાના ચહેરા પર સ્મિત લાવી શકીએ – jaya Kishori

જયા કિશોરીજી કહે છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાં નથી, પરંતુ આપણા વર્તન અને વિચારોમાં છુપાયેલું છે. તેમનું એક ખૂબ જ ગહન વાક્ય છે: “સાચું સુખ ત્યારે મળે છે જ્યારે આપણે બીજાના ચહેરા પર સ્મિત લાવી શકીએ.” આ વાક્ય આપણને શીખવે છે કે જીવનમાં સાચી ખુશી મેળવવા માટે ફક્ત પોતાના વિશે વિચારવું પૂરતું નથી, પરંતુ બીજાના સુખમાં પણ આપણું યોગદાન હોવું જોઈએ.

ઘણિવખત આપણે માનીએ છીએ કે જ્યારે આપણને કંઈક મળશે ત્યારે જ આપણે ખુશ થઈશું. પરંતુ કિશોરીજી સમજાવે છે કે ખરો આનંદ ‘મેળવવામાં’ નહીં પરંતુ ‘આપવામાં’ રહેલો છે. જ્યારે આપણે બીજાના જીવનમાં થોડું સુખ ઉમેરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપોઆપ આપણા જીવનમાં પણ ખુશીઓ આવી જાય છે.

આપણે “હું” અને “મારું” માં ફસાયેલા

આ વિચાર પાછળનો મૂળ સિદ્ધાંત ખૂબ જ સરળ છે. જયા કિશોરીજી માને છે કે આજકાલ લોકો વધારે સ્વાર્થી બની ગયા છે, અને આ જ તેમના દુઃખનું મુખ્ય કારણ છે. આપણે સતત વિચારતા રહીએ છીએ કે આપણને શું મળશે, શું મળશે નહીં. પરંતુ જ્યાં સુધી આપણે “હું” અને “મારું” માં ફસાયેલા રહીશું, ત્યાં સુધી મનની શાંતિ મળવી મુશ્કેલ છે.

જો તમે આ વિચારને તમારા રોજિંદા જીવનમાં અપનાવવા માંગો છો, તો તેની શરૂઆત ખૂબ સરળ છે. ઘરમાં, ઓફિસમાં કે મિત્રો સાથે, સૌ સાથે પ્રેમથી વર્તો. કોઈ દુઃખી હોય તો તેની વાત ધ્યાનથી સાંભળો. તમારી વાતચીતમાં મીઠાશ લાવો અને બીજાના સુખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરો.

જ્યારે તમે બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમારું પોતાનું જીવન પણ ખુશીઓથી ભરાઈ જાય છે. સાચું સુખ ક્યાંક બહાર નથી, તે આપણા અંદર જ છે. ફક્ત તેને સમજવાની અને અનુભવાની જરૂર છે.

શરીર પરના તલના ચોંકાવનારા રહસ્યો, અહીં તલ હોય તો તમારું જીવન ચમકતું રહેશે..!

Follow Us
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">