ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો સ્વૈચ્છિક બંધ, મુસ્લિમ બિરાદરોએ ધંધા રોજગાર બંધ રાખી કર્યુ સમર્થન
વાવ થરાદમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો. આ બંધનું મુસ્લિમ વેપારીઓએ પણ તેમના ધંધા રોજગાર બંધ રાખીને સમર્થન કર્યુ.
ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે ગાંધીનગરમાં મહાસભાનાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પડઘા વાવ થરાદ સુધી પડતા જોવા મળ્યા. વાવ થરાદમાં ગૌભક્તો દ્વારા અપાયેલા બંધને વ્યાપક સમર્થન મળ્યુ. થરાદ, વાવ, ભાભર, લાખણી અને દિયોદર સહિતના તાલુકાઓમાં મુખ્ય બજારો બંધ જોવા મળી હતી. નાના શાકભાજી વિક્રેતાઓથ લઈને APMCના વેપારીઓ સહિત તમામ લોકોએ સ્વૈચ્છિક બંધમાં જોડાઈ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. ખાસ વાત એ રહી કે થરાદ બજારમાં મુસ્લિમ સમાજના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી આ બંધનું સમર્થન કર્યુ હતુ.
આ તરફ ગાંધીનગરના અડાલજમાં પણ ગૌભક્તોની મહાસભામામાં વાવ થરાદ જ્લાલના મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખી APMC માં અગાઉથી રજા જાહેર કરી દીધી હતી. ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ મુદ્દે સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં એક્તા જોવા મળી અને વિવિધ સમાજના લોકોનો સહકર જોવા મળ્યો હતો.
બીજી તરફ ગાંધીનગરમાં ગૌમાતાન રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા સંતોનું મહાઅભિયાન શરૂ થયુ છે. જેમા ગૌહત્યા પર પ્રતિબંધ મુકવાનીમાગ સાથે સાધુ સંતો એક્ઠા થયા. દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા. શંકરાચાર્યએ ગૌમાતાને રાષ્ટ્રાતા ઘોષિત કરવાની માગ કરી. તેમણે ગાયની ભક્તિ કરનારાને સાચા હિંદુ ગણાવ્યા. રાજ્ય અને કેન્દ્ર સરકારને ગૌમંત્રાલય બનાવવા અંગે પણ સૂચન કર્યુ છે.
Fingerprint Sensor: વ્યક્તિના મૃત્યુ બાદ ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતુ કેમ બંધ થઈ જાય છે? લોક્ડ ફોનનો ડેટા કેવી રીતે મેળવશો- જાણો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
