અમરેલી બૃહદ ગીર વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટનો વિરોધ, વાઘણિયા ગામે યોજાયેલી લોકસુનાવણીમાં ગામલોકોએ ઠાલવ્યો રોષ- Video
અમરેલીના બૃહદ ગીર વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવનો ગામલોકો વિરોધ કરી રહ્યા છે. વાઘણિયા ગામે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન નાના લિલિયા, ટિંબડી અને પીપળવા સહિતના ગામના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
અમરેલીના બૃહદ ગીર વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવ સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. વાઘણીયા ગામે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન નાના લીલીયા, ટીબડી અને પીપળવાના ગ્રામજનોએ પ્લાન્ટ સ્થાપવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાથી બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાથી વન્યજીવન અને કુદરતી પર્યાવરણને નુકસાન થઈ શકે છે.
લોકસુનાવણી દરમિયાન વિરોધ અને હોબાળો વધતાં ગ્રામજનોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો. સ્થાનિક લોકોની માગ છે કે સિંહોના રહેઠાણ અને બૃહદ ગીરના પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં ન આવે. હવે ગ્રામજનોના વિરોધ બાદ તંત્ર આ પ્રસ્તાવ અંગે શું નિર્ણય લે છે અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓ પર કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.
બૃહદ ગીર વિસ્તારમાં સિંહોનો વસવાટ છે, જો આ વિસ્તારમાં પ્લાન્ટ સ્થપાશે તો સિંહોના ગામ ભણી આંટાફેરા વધશે. સિંહોના વસવાટ વિસ્તારમાં પ્લાન્ટ સ્થાપવાની હિલચાલને પગલે ગામલોકોમાં આક્રોશ છે. આજ મુદ્દે વાઘણિયામાં આયોજિત લોકસુનાવણી દરમિયાન પણ ગામલોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને હોબાળો મચાવ્યો હતો જેના પગલે બેઠકનો માહોલ ગરમાયો હતો. ભાજપના નેતા અને વિપક્ષના નેતા રણજીત ખુમાણે પણ વિરોધ નોંધાવ્યો. આક્રોશિત ગામલોકો અધવચ્ચે જ લોકસુનાવણી છોડી બહાર નીકળી ગયા હતા. જેના પગલે ખુરશીઓ ખાલી રહેતા પ્લાન્ટના સમર્થનમાં કોઈ નથી. તેવુ સ્પષ્ટ થયુ છે. પ્લાન્ટ માટે સમર્થન મેળવવા લોકસુનાવણી યોજાઈ હતી પરંતુ ગામલોકોને આ પ્લાન્ટ કોઈપણ ભોગે મંજૂર નથી.
Input Credit- Jaydev Kathi- Amreli
Fingerprint Sensor: વ્યક્તિના મૃત્યુ બાદ ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતુ કેમ બંધ થઈ જાય છે? લોક્ડ ફોનનો ડેટા કેવી રીતે મેળવશો- જાણો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
