PM Vishwakarma Yojana : આ 18 કારીગરોને મળશે ₹3 લાખની લોન અને ₹15 હજારની ટૂલકિટ! જાણો કેવી રીતે મળશે લાભ?
કેન્દ્ર સરકારની PM વિશ્વકર્મા યોજના હેઠળ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને લોન, ટૂલકિટ સહાય અને ટ્રેનિંગ દરમિયાન સ્ટાઇપેન્ડ સહિતના અનેક લાભ આપવામાં આવે છે. જાણો કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.

કેન્દ્ર સરકાર દ્વારા પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો અને શિલ્પકારોને આત્મનિર્ભર બનાવવા માટે PM વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કારીગરોને આર્થિક સહાય, આધુનિક સાધનો, ટ્રેનિંગ અને પોતાનો વ્યવસાય વિકસાવવા માટે લોન આપવામાં આવે છે. (Image Source | AI Generated)

PM વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ પરંપરાગત કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવા, તેમની કુશળતામાં વધારો કરવા અને તેમના વ્યવસાયને નવી ઓળખ અપાવવાનો છે. આ યોજના વર્ષ 2027-28 સુધી અમલમાં રહેશે. (Image Source | AI Generated)

આ યોજના હેઠળ કુલ 18 પરંપરાગત વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, સોની, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, ટોપલી બનાવનાર, રમકડાં બનાવનાર, વાળંદ, માળી, ધોબી, દરજી અને માછલી પકડવાની જાળ બનાવનાર સહિતના કારીગરોનો સમાવેશ થાય છે. (Image Source | AI Generated)

યોજના હેઠળ કારીગરોને તેમની કુશળતા વધારવા માટે બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે. બેઝિક ટ્રેનિંગ 5થી 7 દિવસની હોય છે, જ્યારે એડવાન્સ ટ્રેનિંગ 15 દિવસ કે તેથી વધુ સમયની હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન લાભાર્થીને દરરોજ ₹500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. (Image Source | AI Generated)

કારીગરો પોતાના વ્યવસાયમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા ₹15,000 સુધીની ટૂલકિટ સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી રોકડના બદલે ઈ-વાઉચર દ્વારા આપવામાં આવે છે, જેનો ઉપયોગ નિર્ધારિત કેન્દ્રો પરથી સાધનો ખરીદવા માટે કરી શકાય છે. (Image Source | AI Generated)

PM વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેનો વિસ્તાર કરવા માટે ગીરો વગર ₹3 લાખ સુધીની લોન મળી શકે છે. પ્રથમ તબક્કામાં ₹1 લાખ અને બીજા તબક્કામાં ₹2 લાખની લોન આપવામાં આવે છે. આ લોન પર લાભાર્થીએ માત્ર 5 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. બીજી લોન માટે પ્રથમ લોનની ચુકવણી અને અન્ય નિર્ધારિત શરતો પૂર્ણ કરવી જરૂરી છે. (Image Source | AI Generated)

કારીગરો ડિજિટલ વ્યવહારો તરફ આગળ વધે તે માટે સરકાર દ્વારા દરેક પાત્ર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ₹1નું પ્રોત્સાહન આપવામાં આવે છે. આ લાભ મહત્તમ દર મહિને 100 ટ્રાન્ઝેક્શન સુધી મળી શકે છે. આ ઉપરાંત કારીગરોને તેમના ઉત્પાદનોનું વેચાણ વધારવા માટે બ્રાન્ડિંગ, ગુણવત્તા પ્રમાણપત્ર, જાહેરાત, પ્રદર્શન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે પણ મદદ કરવામાં આવે છે. (Image Source | AI Generated)

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. તેણે યોજનામાં સમાવિષ્ટ 18 પરંપરાગત વ્યવસાયમાંથી કોઈ એક વ્યવસાયમાં પોતાના હાથ અને સાધનો વડે કામ કરતું હોવું જોઈએ. એક પરિવારના માત્ર એક સભ્યને લાભ મળી શકે છે. સરકારી નોકરી કરતા વ્યક્તિ અને તેમના પરિવારના સભ્યો આ યોજનાના પાત્ર નથી. (Image Source | AI Generated)

આ યોજના માટે નોંધણી નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે કરાવી શકાય છે. અરજી માટે આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક ખાતાની વિગતો જરૂરી છે. નોંધણી માટે કોઈ ફી લેવામાં આવતી નથી. અરજી બાદ સંબંધિત સરકારી વિભાગો દ્વારા લાભાર્થીની પાત્રતા અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. (Image Source | AI Generated)

યોજના વિશે વધુ માહિતી મેળવવા અથવા અરજી કરવા માટે લાભાર્થીઓ સત્તાવાર PM વિશ્વકર્મા પોર્ટલની મુલાકાત લઈ શકે છે. નોંધણી અને લાભ મેળવવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ શરતો પૂર્ણ કરવી જરૂરી છે. (Image Source | AI Generated)

નોંધ : PM Vishwakarma Yojana યોજનાનું લાભ મેળવવા માટે અરજી કરતા પહેલાં નાગરિકોએ તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચવી અને સમજવી જરૂરી છે. આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, PM Surya Ghar Muft Bijli Yojana : ઘરની છત પર સોલાર પેનલ લગાવવી છે? સરકાર આપશે ₹78,000 સુધીની સહાય! આ રીતે કરો અરજી
