AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ધૂળ-પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો પર AMCની તવાઈ! નોટિસ ફટકારી વસૂલ્યો ₹3.48 કરોડનો દંડ

અમદાવાદમાં બાંધકામ સાઇટ્સ પર ધૂળ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે AMCએ કડક કાર્યવાહી કરી છે. 1 એપ્રિલથી 22 નવેમ્બર દરમિયાન 4,114 નોટિસ ફટકારી રૂ. 3.48 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Breaking News : અમદાવાદમાં ધૂળ-પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો પર AMCની તવાઈ! નોટિસ ફટકારી વસૂલ્યો ₹3.48 કરોડનો દંડ
Ahmedabad AMC Fine Dust ControlImage Credit source: AI Generated
| Updated on: Nov 28, 2026 | 11:38 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરમાં ધૂળ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારી બાંધકામ સાઇટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. 1 એપ્રિલથી 22 નવેમ્બર સુધીમાં AMC એ આવી સાઇટ્સને કુલ 4,114 નોટિસ ફટકારી છે અને દંડ પેટે રૂ. 3.48 કરોડથી વધુની વસૂલાત કરી છે. આ સમયગાળા દરમિયાન 1,186 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિયમોનું પાલન ન કરવાને કારણે આશરે 30 સાઇટ્સને સીલ કરવામાં આવી છે.

AMC ની ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ પોલિસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી

આ કાર્યવાહી AMC ની ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ પોલિસી હેઠળ કરવામાં આવી રહી છે. 20,000 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયા ધરાવતી બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવું ફરજિયાત છે. આ ઉપરાંત બિલ્ડરોએ બાંધકામ સ્થળે ગ્રીન નેટ લગાવવી, નિયમિત પાણીનો છંટકાવ કરવો, બાંધકામ સામગ્રીને ઢાંકીને રાખવી અને વાહનોનાં પૈડાં ધોવા માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે.

હવાની ગુણવત્તા સુધારવા AMC નો એક્શન પ્લાન

શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે AMC એ વર્ષ 2026 થી 2029 સુધીનો ચાર વર્ષનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ શહેરમાં હાલમાં 13 ટકા જેટલું ગ્રીન કવર વધારીને વર્ષ 2029 સુધીમાં 13.5 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શહેરમાં હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે 10 કન્ટિન્યુઅસ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન અને 308 વધારાના સેન્સર કાર્યરત છે. તેમાં બાંધકામ સાઇટ્સ પર 243 ડસ્ટ સેન્સર, વોર્ડ ઓફિસોમાં આશરે 50 પર્યાવરણ સેન્સર અને ISRO દ્વારા લગાવવામાં આવેલા 15 સેન્સરનો સમાવેશ થાય છે.

AQMC ની ટીમો બાંધકામ સાઇટ્સ અને રસ્તાઓનું કરે છે નિરીક્ષણ

AQMC ની ટીમો દરરોજ બાંધકામ સાઇટ્સ, ઔદ્યોગિક એકમો, રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ અને રસ્તાઓનું નિરીક્ષણ કરે છે. હવાના પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્શન પ્લાનમાં ધૂળમુક્ત રસ્તાઓ બનાવવા, ઔદ્યોગિક ઉત્સર્જન પર કડક નજર રાખવા, મશીનથી રસ્તાઓની સફાઈ કરવા, ગેરકાયદે બાંધકામ કચરાના નિકાલ સામે કાર્યવાહી કરવા અને ખુલ્લામાં કચરો સળગાવવા પર રોક લગાવવાનાં પગલાંનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો, Bhagavad Gita Secrets : પૃથ્વી પર વસ્તી સતત વધી રહી છે તો નવી આત્માઓ ક્યાંથી આવે છે? શ્રીકૃષ્ણના ઉપદેશથી સમજીએ આ રહસ્ય

Follow Us
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video
હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video
g clip-path="url(#clip0_868_265)">