Plant In Pot : પૂજા-આરતીમાં ઉપયોગમાં લેવામાં આવતા કપૂરને ઘરે ઉગાડો, જાણો
સનાતન ધર્મમાં દરેક ધાર્મિક કાર્યમાં -પૂજામાં કપૂરની જરુર પડે છે. ત્યારે તેની સુગંધ પણ ખૂબ જ સારી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે કપૂરનો પ્લાન્ટ કેવી રીતે ઉગાડી શકાય છે.

કપૂરના ઝાડમાં ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે, તેથી તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ થાય છે. કપૂરનું વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ સારું છે અને તે હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે.

જો ઘરે કપૂરનો પ્લાન્ટ ઉગાડવો હોય તો તમે નર્સરીમાંથી કપૂરનો છોડ ખરીદી શકો છો. ત્યારબાદ સારી ગુણવત્તાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી છોડનો વિકાસ સારો થાય છે.

ઘરે કપૂરનો પ્લાન્ટ ઉગાડવા માટે એક કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને ખાતર ઉમેરી મિક્સ કરી લો.

ત્યારબાદ 3-4 ઈંચ ઉંડાઈમાં કપૂરનો છોડ રોપ્યા પછી પાણી ઉમેરો. આ છોડના કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ મળે.

જો તમારા ઘર આગળ વધારે જગ્યા હોય તો તમે સીધી જમીન પર પણ છોડ ઉગાડી શકો છો. કપૂરના છોડના સારા વિકાસ માટે તેને જરૂરિયાત પ્રમાણે પાણી આપો.

કપૂરના છોડને ઉગાડવા માટે ભેજવાળી માટી અથવા રેતાળ જમીન વધારે સારી ગણવામાં આવે છે. (All Pic - Unsplash/Getty Images)
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
