GST સુધારા બાદ ‘Maruti, Tata, Renault’ ની ગાડી બનશે ‘બજેટ ફ્રેન્ડલી’, હવે મિડલ ક્લાસના લોકો પણ ખરીદી શકશે
22 સપ્ટેમ્બર, 2025 થી લાગુ થઈ રહેલા નવા GST દરોને કારણે કારના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો થશે. ટાટા ટિયાગો, મારુતિ અલ્ટો K10, રેનો ક્વિડ જેવી કાર મિડલ ક્લાસ લોકો બજેટમાં ખરીદી શકશે.

22 સપ્ટેમ્બર, 2025 થી દેશમાં નવા GST દરો લાગુ થઈ રહ્યા છે. આને કારણે વાહનોની કિંમતમાં લાખો રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે, કઈ ગાડીમાં કેટલા રૂપિયા સુધીનો ઘટાડો થશે.

ટાટા ટિયાગોની ઓન-રોડ કિંમત 5.58 લાખ રૂપિયાથી 9.63 લાખ રૂપિયા સુધીની છે. તેના XE વેરિઅન્ટની કિંમત 5 લાખ 58 હજાર રૂપિયા છે. જો તમે તેને ખરીદતી વખતે 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો અને બાકીની રકમ EMI તરીકે ચૂકવવા માંગો છો, તો તમારે 5 વર્ષ માટે દર મહિને 9,733 રૂપિયા ચૂકવવા પડશે.

Citroen C3 ના બેઝ મોડેલની ઓન-રોડ કિંમત 5.90 લાખ રૂપિયા છે અને તેના ટોપ મોડેલની કિંમત 12.07 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પછી, તમારે 5 વર્ષ માટે દર મહિને 10,409 રૂપિયા EMI તરીકે ચૂકવવા પડશે.

Alto K10 એક બજેટ ફ્રેન્ડલી એન્ટ્રી-લેવલ કાર છે. તેમાં CNG ઓપ્શન પણ ઉપલબ્ધ છે. Std(O) વેરિઅન્ટની ઓન-રોડ કિંમત રૂ. 4.70 લાખ, LXi(O) વેરિઅન્ટ રૂ. 5.52 લાખ અને VXi(O) વેરિઅન્ટ રૂ. 5.85 લાખ છે. જો તમે Std(O) વેરિઅન્ટ માટે રૂ. 1 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે આગામી 5 વર્ષ માટે રૂ. 7,862 ની EMI ચૂકવવી પડશે.

Kwid ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથેની એન્ટ્રી-લેવલ કાર છે. આ કાર તેની સુવિધાઓ, કોમ્પેક્ટ ફૂટપ્રિન્ટ, લાઇટ કંટ્રોલ્સ, AMT સુવિધા અને શાનદાર રાઇડથી લોકોને પ્રભાવિત કરે છે. તેના ત્રણ વેરિઅન્ટની કિંમત રૂ. 6 લાખથી ઓછી છે. RXE 1.0L ની કિંમત રૂ. 5.22 લાખ છે. RXL(O) 1.0L ની ઓન-રોડ કિંમત 5.67 લાખ રૂપિયા છે અને RXE 1.0L CNG ની કિંમત 5.97 લાખ રૂપિયા છે. જો તમે 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને RXE 1.0L ખરીદવા માંગતા હોવ, તો તમારે 5 વર્ષ માટે 8,972 રૂપિયા EMI ચૂકવવા પડશે.

S-Preso સારી ઇન્ટિરિયર સ્પેસ ધરાવતી નાની કાર છે. કોમ્પેક્ટ ડિઝાઇનવાળી આ મીની-SUV ચલાવવામાં સરળ છે. તેના ત્રણ વેરિયન્ટ્સ છે, જેની ઓન-રોડ કિંમત 6 લાખ રૂપિયાથી ઓછી છે. Std(O) વેરિયન્ટ્સની ઓન-રોડ કિંમત 4.70 લાખ રૂપિયા, LXi(O) 5.48 લાખ રૂપિયા અને VXi(O) 5.71 લાખ રૂપિયા છે. 1,00,000 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કર્યા પછી Std(O) વેરિઅન્ટ ખરીદનારને આગામી 5 વર્ષ માટે 7,865 રૂપિયા EMI તરીકે ચૂકવવા પડશે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
