AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોનાના ભાવ ઘટ્યા ! ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો ભાવ

શ્રાવણ મહિનાની શરુઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે 25 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ધટાડો થયો છે.

| Updated on: Jul 25, 2025 | 9:23 AM
Share
શ્રાવણ મહિની આજથી ગુજરાત સહિત અનેક રાજ્યમાં શરુઆત થઈ છે, ત્યારે આ શરુઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે 25 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ધટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.

1 / 7
25 જુલાઈ શુક્રવારના રોજ સોનાનો ભાવ ઘટી ગયો છે.  આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,110 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 93,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 1000 રુપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.

2 / 7
આ સિવાય મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,540 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,960 રૂપિયા છે.

3 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,590 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,010 રૂપિયા છે.

4 / 7
આ સિવાય આજે 25 જુલાઈ શુક્રવારના રોજ ચાંદીમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદી 1,17,1900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ 1,19,100 રુપિયાની આસપાસ હતો.

5 / 7
સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

6 / 7
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
g clip-path="url(#clip0_868_265)">