AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate: સોનું ગગડયું અને ચાંદીની ચમક ખોરવાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ ચાલી રહ્યો છે

આજના દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ખાસ વાત તો એ કે, ચાંદીની ચમક પણ ફિકી પડી છે. હાલમાં બજારની અંદર થોડી ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે.

| Updated on: Jun 28, 2025 | 8:40 PM
28 જૂનના રોજ MCX પર સોનાના ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹95,524 થયા હતા. આ ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની મજબૂત સ્થિતિ અને ઈરાન તથા અમેરિકા વચ્ચેના તણાવમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે.

1 / 9
28 જૂને દેશમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાને કારણે તેમજ ડોલર મજબૂત થવાને કારણે MCX પર સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે.

2 / 9
MCX પર સોનું 97,087 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજું કે, ચાંદીનો ભાવ 1,07,897 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં 31 ટકાનો વધારો થયો છે.

3 / 9
જોવા જઈએ તો, સોનું રોકાણકારો માટે એક સલામત વિકલ્પ બની ગયું છે. બીજી બાજુ, ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલોની ઉપર છે.

4 / 9
ઇન્ડિયન બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનું 95,770 રૂપિયા અને 22 કેરેટ સોનું 8,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઉપલબ્ધ છે. જાણવા જેવું તો એ છે કે, ચાંદી પ્રતિ કિલોગ્રામ 1,05,850 રૂપિયા નોંધાઈ છે.

5 / 9
છેલ્લા બે દાયકામાં સોનાએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 2005માં સોનાનો ભાવ 7638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે જૂન 2025 સુધીમાં 1 લાખ રૂપિયાને વટાવી ગયો છે. છેલ્લા 20 વર્ષમાં, 16 વર્ષ એવા રહ્યા છે કે જેમાં સોનાએ સકારાત્મક રિટર્ન આપ્યું છે.

6 / 9
એક વર્ષ પહેલા 28 જૂન, 2024ના સોનાનો ભાવ ₹71,780 હતો. ચાંદીની વાત કરીએ તો, તેની કિંમત ₹1,05,850 પ્રતિ કિલો પર સ્થિર રહી છે. એક અઠવાડિયામાં તેમાં 0.87 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક મહિનામાં તેમાં 7.91 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા ચાંદીનો ભાવ ₹87,600 પ્રતિ કિલો હતો.

7 / 9
આજના દિવસે ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. બેંગ્લોરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનું મૂલ્ય ₹89,855 છે, જ્યારે 24 કેરેટમાં સોનું ₹98,025 નોંધાયું છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનું ₹89,861 અને 24 કેરેટ ₹98,031ના દરે મળી રહ્યું છે.

8 / 9
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹90,013 છે અને 24 કેરેટનો ભાવ ₹98,183 છે. કોલકાતામાં પણ ભાવ ₹89,865 (22 કેરેટ) અને ₹98,035 (24 કેરેટ) છે. મુંબઈમાં 22 કેરેટ સોનું ₹89,867 અને 24 કેરેટ ₹98,037ના દરે વેચાઈ રહ્યું છે, જ્યારે પુણેમાં અનુક્રમે ₹89,873 અને ₹98,043 ભાવ ચાલી રહ્યો છે.

9 / 9

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">