AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોળા દિવસે હત્યા, ગુલશન કુમારના મર્ડરની સાજિશમાં નદિમ સૈફીનું પણ હતુ નામ! ઘટના પર 29 વર્ષ બાદ અનુરાધા પૌડવાલે તોડ્યુ મૌન

1997માં ટી- સિરીઝના સંસ્થાપક ગુલશન કુમારની હત્યાથી બોલિવુડમાં સોંપો પડી ગયો હતો. તપાસ દરમિયાન મ્યુઝિક કમ્પોઝર નદીમ-શ્રવણના નદીમ સૈફીનું નામ પણ સામે આવ્યુ હતુ. હાલ માં જ અનુરાધા પૌડવાંલે આ વિવાદ પર તેની પ્રતિક્રિયા આપી

ધોળા દિવસે હત્યા, ગુલશન કુમારના મર્ડરની સાજિશમાં નદિમ સૈફીનું પણ હતુ નામ! ઘટના પર 29 વર્ષ બાદ અનુરાધા પૌડવાલે તોડ્યુ મૌન
| Updated on: Jul 14, 2026 | 6:24 PM
Share

1997માં ટી- સિરીઝના સંસ્થાપક ગુલસન કુમારની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ગુલશન કુમારની હત્યાથી આખુ બોલિવુડ સ્તબ્ધ હતુ. તપાસ દરમિયાન સામે આવ્યુ કે ગુલશન કુમારની હત્યામાં મ્યુઝિક કમ્પોઝર જોડી નદીમ શ્વવણના નદીમ સૈફી પણ સામેલ હતા. જે બાદ નદીમ દેશ છોડીને ભાગી ગયા અને ટોચ પર રહેલી તેની કારકિર્દી એક જ ઝટકામાં બર્બાદ થઈ ગઈ. હવે અનુરાધા પૌંડવાલે આ વિવાદ પર તેની પ્રતિક્રિયા આપી છે.

વિવાદ પર શું બોલી અનુરાધા પૌંડવાલ

અનુરાધા પૌંડવાલને જ્યારે પૂછવામાં આવ્યુ કે સમીરજીએ કહ્યુ હતુ કે નદીમને ગુલશન કુમારની હત્યામાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા. તેમણે કહ્યુ કે નદીમનો ગુલશનજી સાથે કોઈ ઝઘડો પણ ન હતો. આ કેસમાં તેમને કંઈ લેવાદેવા જ ન હતી. શું તમને લાગે છે કે આ કેસમાં તેઓ સામેલ છે, કે આ માત્ર એક દુર્ભાગ્ય હતુ.

શુભાંકર મિશ્રાના એક પોડકાસ્ટમાં અનુરાધા પૌંડવાલે કહ્યુ કે મને નથી ખબર, મે નકારાત્મક વસ્તુમાં ક્યારેય રુચિ નથી રાખી, જો કંઈ હોય તો પણ ગુલશનજીએ મને ક્યારેય આ વિશે વાત નથી કરી. આથી હું એ પોઝિશન પર નથી કે કહી શકુ ક એ સમયે શું ચાલી રહ્યુ હતુ. હું આ બિલકુલ સત્ય કહી રહી છુ. મે હંમેશા ખુદને નેગેટિવિટીથી દૂર રાખી છે.

ત્યારબાદ અનુરાધા પૌંડવાલને લતા મંગેશકરને લઈને સવાલ કરવામાં આવ્યો. અનુરાધાને કહેવાયુ કે દરેક પોડકાસ્ટમાં તેઓ લતા મંગેશકરને તેમના ગુરુ ગણાવે છે. પરંતુ લોકો વાતો કરે છ કે લતા જી એ તમને આગળ ન આવવા દીધા. આના પર તેમણે કહ્યુ કે ગુરુ સાથે કોઈ બરાબરી ન કરી શકે. કોઈપણ ફિલ્ડમાં ગુરુ સાથે બરાબરી ન કરી શકાય. ગુરુ ને બસ ફોલો કરી શકાય. તેમને આદર કરી શકાય, તેમની પૂજા કરી શકાય. તો હું તેની પાસેથી જેટલુ શીખી શક્તી હતી તેટલુ પ્રાપ્ત કરવાની કોશિશ કરી. આ બહુ કોમન છે બે લોકોની તુલના કરવામાં આવે છે. તેમણે ક્યારેય એવુ નથી કર્યુ લોકો બસ ફાલતુ બકવાસ કરે છે.

અનુરાધા પૌંડવાલે સ્પષ્ટ કરી દીધુ કે સોશિયલ મીડિયા પર ચાલનારી નેગેટિવિટીથી તેઓ દૂર રહે છે. લોકો શું કહે છે તેનાથી તેને ફર્ક નથી પડતો.

Amreli: રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ – જુઓ Video

Follow Us
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
g clip-path="url(#clip0_868_265)">