Gold Price Today: એક અઠવાડિયામાં 1690 રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આજે કેટલો છે સોના-ચાંદીનો ભાવ
તાજેતરમાં જ એવું સામે આવ્યું છે કે દેશમાં છેલ્લા 6 વર્ષમાં સોનાના ભાવમાં 200 ટકાનો વધારો થયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે ગઈકાલની સરખામણીમાં આજે સોનાનો ભાવ સહેજ ઘટ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાનો ભાવ 1690 રૂપિયા વધ્યો છે. રાજધાની દિલ્હીમાં ભાવ હવે પ્રતિ 10 ગ્રામ 1,03,190 રૂપિયા થઈ ગયો છે. 22 કેરેટ સોનાની વાત કરીએ તો, એક અઠવાડિયામાં 1550 રૂપિયા મોંઘુ થયું છે. તાજેતરમાં જ એવું સામે આવ્યું છે કે દેશમાં છેલ્લા 6 વર્ષમાં સોનાના ભાવમાં 200 ટકાનો વધારો થયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

દિલ્હીમાં 10 કેરેટ સોનાનો ભાવ એ તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,03,190 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 94,600 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 94,450 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,040 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,090 રૂપિયા છે.

અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 10 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો વધારો નોંધાયો છે. આજે ચાંદી 1,17,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યા પછી સલામત રોકાણની માંગમાં નવા ઉછાળા અને વેપાર તણાવ વધવાને કારણે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો છે. સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $3,380.76 પ્રતિ ઔંસ થયો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $3,443.30 થયો.

કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
