AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કરોડોના ખર્ચે બનેલા ઈસ્કોન-સાણંદ બ્રિજની કામગીરીમાં પોલંપોલ, ઉબડખાબડ રસ્તા અને ખુલ્લા હોલથી અકસ્માતનો ભય

Breaking News: કરોડોના ખર્ચે બનેલા ઈસ્કોન-સાણંદ બ્રિજની કામગીરીમાં પોલંપોલ, ઉબડખાબડ રસ્તા અને ખુલ્લા હોલથી અકસ્માતનો ભય

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2026 | 9:40 PM
Share

અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી કરોડોના ખર્ચે બનેલા નવા ઓવરબ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. યોગ્ય લેવલ વગરના રસ્તા, રેલિંગમાં મોટા ગેપ, જાળી વગરના જોખમી હોલ અને રસ્તા પર પડેલી કાંકરીઓને કારણે વાહનચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

શહેરના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી કરોડો રૂપિયાના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ તેની નબળી કામગીરી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજ પર રોડનું લેવલ અને પોલિશિંગ યોગ્ય રીતે ન થયું હોવાથી વાહનો ઉબડખાબડ રસ્તા પર ઉછળી રહ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

માત્ર રસ્તો જ નહીં, પરંતુ બ્રિજની સુરક્ષા વ્યવસ્થામાં પણ મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજની રેલિંગ વચ્ચે મોટા ગેપ છોડી દેવાયા છે, જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા હોલ પર જાળી પણ લગાવવામાં આવી નથી. આ ખુલ્લા હોલમાં વાહનોના ટાયર ફસાઈ જવાની ભીતિ છે, તો કેટલીક જગ્યાએ પાણી નિકાલના હોલ જ પુરાયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત રસ્તા પર પડેલી નાની કાંકરીઓને કારણે ટુ-વ્હીલર ચાલકોનું બેલેન્સ બગડવાનું અને અકસ્માત સર્જાવાનું જોખમ વધ્યું છે.

ત્યારે સવાલ એ થાય છે કે કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર અને તંત્રને આટલી મોટી ખામીઓ કેમ ન દેખાઈ? હવે તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સમારકામ કરાવશે કે કેમ, તે જોવું રહ્યું.

With Input: Jignesh Patel

ભારતની 5 સૌથી વધુ માઈલેજ આપતી બાઈક્સ, એક લિટર પેટ્રોલમાં 73kmpl સુધીનો દાવો, કિંમત 1 લાખથી ઓછી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">