AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની 5 સૌથી વધુ માઈલેજ આપતી બાઈક્સ, એક લિટર પેટ્રોલમાં 73kmpl સુધીનો દાવો, કિંમત 1 લાખથી ઓછી

જો તમે 1.20 લાખ રૂપિયા સુધીના બજેટમાં દરરોજની મુસાફરી માટે વધુ માઈલેજ અને આધુનિક ફીચર્સ ધરાવતી બાઈક શોધી રહ્યા છો, જાણો તમામ બાઈક્સની માઈલેજ, એન્જિન અને એક્સ-શોરૂમ કિંમતની સંપૂર્ણ વિગત.

| Updated on: Nov 17, 2026 | 8:46 PM
Share
ભારતમાં દરરોજ અવરજવર કરવામાં ઉપયોગમાં લેવાતી કમ્યુટર બાઈક્સની માંગ સૌથી વધુ રહે છે, જે ખિસ્સા પર હળવી પડે અને ઓછા ખર્ચમાં લાંબી મુસાફરી કરાવી શકે. જો તમારું બજેટ 1.20 લાખ રૂપિયા સુધીનું છે અને તમે શાનદાર માઈલેજ વાળી બાઈક્સની શોધમાં છો, તો તમારી પાસે ઘણા બધા વિકલ્પો મોજૂદ છે. આ બજેટમાં તમને 100 થી 125cc ની બાઈક્સ મળી જશે જે આધુનિક ફીચર્સ સાથે આવે છે, જેમાં Hero, Bajaj અને TVS ની બાઈક્સ સામેલ છે.

1 / 11
Hero Xtreme 125 R: Hero Xtreme 125 R માં 124.7cc નું એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 11.5hp નો પાવર અને 10.6nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ મળે છે અને ગિયર માટે તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને વેટ મલ્ટી-પ્લેટ ક્લચ મળે છે. આ ગાડી 0 થી 60kmph ની સ્પીડ પકડવામાં લગભગ 5.7 થી 5.9 સેકન્ડનો સમય લે છે અને તેની ARAI માઈલેજ 66kmpl છે.

2 / 11
Hero Xtreme 125 R માં આગળ 276mm ડિસ્ક બ્રેક અને પાછળ 130mm ની ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં ટ્યુબલેસ ટાયર મળે છે જેમાં આગળનું ટાયર 90/90-17 અને પાછળ 120/80-17 સાઇઝના ટાયર મળે છે, તો વળી બ્રેકિંગ માટે તેમાં IBS અથવા ABS ના વિકલ્પો મળે છે. તેમાં LED લાઇટિંગ સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ડિજિટલ LCD મીટર મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 91,500 રૂપિયાથી લઈને 1,16,250 રૂપિયા છે.

3 / 11
Bajaj Pulsar 125: Bajaj Pulsar 125 માં 124.4cc નું 4-સ્ટ્રોક, 2-વાલ્વ, સિંગલ અથવા ટ્વિન સ્પાર્ક FI એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 12.1PS નો પાવર અને 11.4nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે અને તેની ટોપ-સ્પીડ 99kmph છે, તથા તેની ક્લેમ્ડ ARAI માઈલેજ 51.46kmpl છે. વેરિઅન્ટ મુજબ તેમાં ડિજિટલ LCD અથવા 5-ઇંચની TFT સ્ક્રીન મળે છે.

4 / 11
વળી તેના મોટા TFT મોડલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે જેનાથી ફોન પર કોલ અને મેસેજના એલર્ટ મળવાની સાથે-સાથે સ્ક્રીન પર ટર્ન-બાય-ટર્ન નેવિગેશન એટલે કે Google Maps મળે છે. આ બાઈકમાં પાયલટ લેમ્પ સાથે LED હેડલાઇટ આપવામાં આવી છે અને આ ઉપરાંત કેટલાક પસંદગીના વેરિઅન્ટ્સમાં Type-C ચાર્જિંગ પોર્ટ પણ મળે છે. આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત 94,490 રૂપિયાથી લઈને 1,04,564 રૂપિયા છે.

5 / 11
Hero Splendor Plus XTEC: આ બાઈકમાં 97.2cc નું એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર અને OHC એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8.02PS નો પાવર અને 8.05nm નો ટોર્ક જનરેટ કરે છે અને તેમાં xSens ટેકનિક વાળી FI સિસ્ટમ આપવામાં આવી છે જેને 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. માઈલેજની વાત કરીએ તો Hero Splendor Plus XTEC એક લિટર પેટ્રોલમાં 73kmpl ની માઈલેજ આપવાનો દાવો કરે છે.

6 / 11
બ્રેકિંગ માટે તેમાં 130mm ની ડ્રમ બ્રેક અથવા ઓપ્શનલ ડિસ્ક બ્રેક અને પાછળ 130mm ની ડ્રમ બ્રેક મળે છે. તેમાં સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે જે બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા કોલ અને SMS એલર્ટની સાથે-સાથે રિયલ ટાઇમ માઈલેજ ઇન્ડિકેટરની સુવિધા આપે છે. Hero Splendor Plus XTEC ની એક્સ-શોરૂમ કિંમત 82,400 રૂપિયાથી લઈને 85,000 રૂપિયા સુધી જાય છે.

7 / 11
TVS Raider 125: TVS Raider 125 માં 124.8cc નું એર અને ઓઇલ-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, 3-વાલ્વ એન્જિન મળે છે જે 11.2PS નો પાવર અને 11.2nm નો ટોર્ક જનરેટ કરે છે, જે iGO Assist બૂસ્ટ મોડમાં વધીને 11.75nm સુધી થઈ જાય છે. આ ઉપરાંત, પાવર ટ્રાન્સમિશન માટે તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે અને તેની ARAI માઈલેજ 56.7kmpl છે.

8 / 11
TVS Raider 125 માં DRL સાથે ખાસ ડિઝાઇન વાળી LED હેડલાઇટ અને પાછળ LED ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. આ બાઈકમાં 5-ઇંચની TFT સ્ક્રીન મળે છે જેમાં TVS સ્માર્ટકનેક્ટની સુવિધા છે. આ મોટરસાઇકલમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળ ગેસ-ચાર્જ્ડ 5-સ્ટેપ એડજસ્ટેબલ મોનોશોક મળે છે. આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત 83,910 રૂપિયાથી લઈને 1,03,400 રૂપિયા સુધી છે.

9 / 11
Bajaj Pulsar NS 125: Bajaj Pulsar NS 125 માં 124.45cc નું 4-સ્ટ્રોક, SOHC, 4 વાલ્વ, એર-કૂલ્ડ, DTSi-FI એન્જિન આપવામાં આવ્યું છે જે 12PS નો પાવર અને 11nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને વેટ મલ્ટી-પ્લેટ ક્લચ મળે છે અને તેમાં સેલ્ફની સાથે કિક-સ્ટાર્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ બાઈકની ARAI ક્લેમ્ડ માઈલેજ 46.9kmpl ની છે.

10 / 11
Bajaj Pulsar NS 125 માં વેરિઅન્ટ મુજબ LED હેડલાઇટ, LED ટેલ લેમ્પ અને DRL આપવામાં આવ્યા છે. મીટર માટે આ બાઈકમાં ડિજિટલ અથવા બ્લૂટૂથ કનેક્ટ થતું ડિજિટલ કન્સોલ મળે છે જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, કોલ અને SMS એલર્ટ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા મળે છે. Bajaj Pulsar NS 125 ની કિંમત 92,182 રૂપિયાથી લઈને 1,06,123 રૂપિયા સુધી છે.

11 / 11

ડિસ્ક્લેમર:

આ લેખમાં આપવામાં આવેલી માહિતી માર્કેટ રિપોર્ટ્સ, ઓટોમોબાઇલ રિસર્ચ અને ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. વાહનોની કિંમત (ઓન-રોડ પ્રાઇસ), માઇલેજ, વેરિઅન્ટ્સ અને ફીચર્સ રાજ્ય, શહેર, ડીલરશીપ તથા સમય અનુસાર બદલાઈ શકે છે. TV9 Gujarati આ તમામ માહિતીની સત્તાવાર પુષ્ટિ કરતું નથી. કોઈપણ ગાડી ખરીદતા પહેલાં નજીકના અધિકૃત (ઓથોરાઇઝ્ડ) શોરૂમની મુલાકાત લેવી અને ટેસ્ટ ડ્રાઇવ સાથે યોગ્ય ચકાસણી કરી લેવી સલાહભર્યું છે.

પેટ રહેશે સાફ અને કોલેસ્ટ્રોલ પણ થઈ શકે છે કંટ્રોલ, દરરોજ 30 ગ્રામ ફાઇબર ખાવાના ફાયદા અને સાચી રીત જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">