Vadodara: રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીની સ્થાપના, 84 વર્ષ ચાલી રહી છે આ પરંપરા, જુઓ Photos
વડોદરા રજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખુબ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે.ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

વર્ષોથી પરંપરા છે કે ગજાનને પાલખીમાં લાવવામાં આવે છે અને ધામેધુમે સ્વાગત કરવામાં આવે છે.

રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપવામાં આવતી ગણપતિની મુર્તિની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય.

રાજવી પરિવાર દ્વારા વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે.